IPL 2025 પહેલાં નામ પરત ખેંચી લેતાં દિલ્હી કૅપિટલ્સના ૬.૨૫ કરોડ રૂપિયાના બૅટર હૅરી બ્રુક પર બે સીઝનનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો પછી તેને જૉસ બટલરના સ્થાને ઇંગ્લૅન્ડની લિમિટેડ ક્રિકેટ-ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો
સેદીકુલ્લાહ અટલ
IPL 2025 પહેલાં નામ પરત ખેંચી લેતાં દિલ્હી કૅપિટલ્સના ૬.૨૫ કરોડ રૂપિયાના બૅટર હૅરી બ્રુક પર બે સીઝનનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો પછી તેને જૉસ બટલરના સ્થાને ઇંગ્લૅન્ડની લિમિટેડ ક્રિકેટ-ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેના રિપ્લેસમેન્ટની જાહેરાત દિલ્હીએ છેક હવે કરી છે.
બ્રુકના સ્થાને અફઘાનિસ્તાનના ૨૩ વર્ષના બૅટર સેદીકુલ્લાહ અટલ સાથે ૧.૨૫ કરોડ રૂપિયામાં કરાર કર્યો છે. ACC મેન્સ T20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024માં અફઘાનિસ્તાનની ટાઇટલ જીતમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી જ્યાં તે પાંચ મૅચમાં ૩૬૮ રન સાથે સૌથી સફળ બૅટ્સમૅન હતો. ૪૯ T20 મૅચોમાં ૧૩ ફિફ્ટીની મદદથી ૧૫૦૭ રન બનાવનાર આ પ્લેયર સાઉથ આફ્રિકાની SA20 લીગમાં ત્રણ મૅચ રમી ચૂક્યો છે.

