કાર્તિક આર્યન આ ફિલ્મમાં ઇચ્છાધારી નાગનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ વિશે મળેલા લેટેસ્ટ સમાચાર પ્રમાણે એમાં વિલનના રોલ માટે અનિલ કપૂર અથવા તો બૉબી દેઓલને સાઇન કરવાની વિચારણા ચાલી રહી છે.
કાર્તિક આર્યન, અનિલ કપૂર અને બૉબી દેઓલ (ફાઇલ તસવીર)
કાર્તિક આર્યન નજીકના ભવિષ્યમાં કરણ જોહર સાથે ‘નાગઝિલા’માં કામ કરશે. કાર્તિક આ ફિલ્મમાં ઇચ્છાધારી નાગ પ્રિયંવદેશ્વર પ્યારે ચંદનો રોલ ભજવશે. તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ ૨૦૨૬ની ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. કાર્તિકના ફૅન્સ આ જાહેરાત પછી ખૂબ ઉત્સાહમાં છે, કારણ કે એમાં તેમને ઍક્ટરનો એકદમ નવો અવતાર જોવા મળશે. હવે આ ફિલ્મ વિશે મળેલા લેટેસ્ટ સમાચાર પ્રમાણે એમાં વિલનના રોલ માટે અનિલ કપૂર અથવા તો બૉબી દેઓલને સાઇન કરવાની વિચારણા ચાલી રહી છે.
રિપોર્ટ પ્રમાણે કરણે ‘નાગઝિલા’ના વિલન માટે અનિલ કપૂર અથવા તો બૉબી દેઓલની પસંદગી કરી છે, પણ કાસ્ટિંગનો ફાઇનલ નિર્ણય કાર્તિક આર્યન લેશે. ટૂંક સમયમાં કરણ હવે કાર્તિક અને પ્રોડ્યુસર મહાવીર જૈન સાથે મળીને ખલનાયકને ફાઇનલ કરવા માટે ચર્ચા કરશે.
‘નાગઝિલા’માં કાર્તિક સાથે કેટલાક અન્ય અભિનેતાઓ પણ હશે જેમનું કૉમિક ટાઇમિંગ સારું હશે અને તેઓ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ રોલ માટે રવિ કિશનની પસંદગી થઈ ગઈ છે.

