° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


ઍન્રિક નૉર્કિયાને પહેલાં એમ જ લાગ્યું હતું કે ધોનીને બૅટિંગ કરતાં નથી આવડતું

09 June, 2021 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકન પેસ બોલર ઍન્રિક નૉર્કિયાએ તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેનો તેનો પ્રથમ અનુભવ જણાવ્યો હતો.

ઍન્રિક નૉર્કિયા

ઍન્રિક નૉર્કિયા

સાઉથ આફ્રિકન પેસ બોલર ઍન્રિક નૉર્કિયાએ તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેનો તેનો પ્રથમ અનુભવ જણાવ્યો હતો. નૉર્કિયા આજકાલ આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ ટીમમાં ધૂમ મચાવી રહ્યો છે અને પણ એ પહેલાં ચેન્નઈ ટીમમાં હતો. તેણે ચેન્નઈ ટીમના કૅપ્ટન ધોની સાથેના પ્રથમ અનુભવ વિશે જણાવ્યું હતું કે ત્યારે મારી ઉંમર નાની હતી અને એટલી સમજણ નહોતી એટલે કોઈથી એટલો ડરતો નહોતો. ઉંમર નાની હોવાથી એ સમયે આજ જેટલા સ્પીડમાં બૉલ પણ નહોતો ફેંકી શકતો. મને યાદ છે કે હું પહેલી વાર નેટ્સમાં ધોની સામે બોલિંગ કરી રહ્યો હતો. તેમને જોઈને એવું જરાય નહોતું લાગી રહ્યું કે તેઓ ઈમાનદારીથી બૅટિંગ કરી રહ્યા છે. તેમણે ઊભાં-ઊભાં અમુક શૉટ માર્યા. ખોટું નહીં બોલું, પણ ત્યારે મને એમ જ લાગ્યું હતું કે ધોનીને બૅટિંગ કરતાં નથી આવડતું. પણ નેટ્સ બાદ તેઓ એક ઉમદા માણસ જણાયા હતા. તેઓ દરેક સાથે ખૂબ સહજતાથી વાત કરતા હતા અને પોતે કોઈ મોટા ખેલાડી છે એવું તેમના વર્તનમાં ક્યારેય નહોતું જણાતું.’

09 June, 2021 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ન્યૂઝ શોર્ટમાં: બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની હાર પાક્કી, વાંચો

બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં રમાઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટમાં યજમાન ઇંગ્લૅન્ડની હાર પાક્કી થઈ ગઈ છે.

13 June, 2021 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

રોહિત અને બોલ્ટની ટક્કર માટે છું ઉત્સાહી : સેહવાગ

ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન કહે છે કે બોલ્ટના શરૂઆતના પડકારને જો રોહિતે પાર કરી લીધો તો તેને મેદાન ગજવવાથી કોઈ નહીં રોકી શકે

13 June, 2021 02:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આ બે ખાલડીઓ વગર ટીમ ઇન્ડિયા ન રમે WTC ફાઇનલ-વીરેન્દ્ર સહેવાગ

ઇંગ્લેન્ડના સાઉથૈમ્પટનમાં 18થી 22 જૂન વચ્ચે થનારી મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનને લઈને ખૂબ જ મથામણ થઈ રહી છે.

12 June, 2021 06:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK