Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડના મિડલ-ઑર્ડરની કમર તોડીને કાંગારૂઓ માટે ફાસ્ટ બોલર માહલી બિઅર્ડમૅને બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કર્યું

ઇંગ્લૅન્ડના મિડલ-ઑર્ડરની કમર તોડીને કાંગારૂઓ માટે ફાસ્ટ બોલર માહલી બિઅર્ડમૅને બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કર્યું

Published : 14 November, 2026 09:12 AM | Modified : 14 November, 2026 09:30 AM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ મૅચની સિરીઝની પહેલી વન-ડેમાં ૧૩૨ રનનો લક્ષ્યાંક ૧૫૯ બૉલ પહેલાં હાંસલ કર્યો આૅસ્ટ્રેલિયાએ.

માહલી બિઅર્ડમૅન પહેલી જ વન-ડે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો

માહલી બિઅર્ડમૅન પહેલી જ વન-ડે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો


ઇંગ્લૅન્ડ સામેની ૩ વન-ડે મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ૧-૦ની લીડ મેળવી છે. પર્થમાં રમાયેલી પહેલી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૧૫૯ બૉલ પહેલાં ૭ વિકેટે જીત મેળવી હતી. ટૉમ બૅન્ટન અને વિલ જૅક્સના ૨૫-૨૫ રનની મદદથી ઇંગ્લૅન્ડ ૩૩.૪ ઓવરમાં ૧૩૧ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. ઑસ્ટ્રેલિયાએ ૨૩.૩ ઓવરમાં ૧૩૨-૩નો સ્કોર કર્યો હતો.

૨૧ વર્ષ ૭૪ દિવસની ઉંમર ધરાવતા ફાસ્ટ બોલર માહલી બિઅર્ડમૅને પોતાની પહેલી જ વન-ડે મૅચમાં ૭.૪ ઓવરમાં ૨૪ રન આપીને ૬ વિકેટ લીધી હતી. તેણે ૪ મિડલ-ઑર્ડર બૅટર્સની વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ડેબ્યુ વન-ડે મૅચમાં તે ઑસ્ટ્રેલિયા માટે બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરનાર બોલર બની ગયો છે. 



ઑસ્ટ્રેલિયા માટે કૅપ્ટન મિચલ માર્શે ૩૦ બૉલમાં ૪ ફોર, ૪ સિક્સની મદદથી ૫૦ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર, ગસ ઍટકિન્સન અને જેમી ઓવર્ટનને ૧-૧ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 09:30 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK