Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં T20ના રોમાંચનો થશે પ્રારંભ

આજથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં T20ના રોમાંચનો થશે પ્રારંભ

Published : 14 November, 2026 08:41 AM | Modified : 14 November, 2026 09:07 AM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિની-ઑક્શન પહેલાં અનકૅપ્ડ પ્લેયર્સ પાસે પ્રતિભા દેખાડવાની ઉત્તમ તક રહેશે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી


આજથી દેશભરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ૧૯મી સીઝન સાથે નૅશનલ T20 ચૅમ્પિયનશિપનો પ્રારંભ થશે. IPLના મિની-ઑક્શનના માત્ર ૧૦ દિવસ પહેલાં ૬ ડિસેમ્બરે આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમાશે. આ ટુર્નામેન્ટ IPL ટીમો માટે ઊભરતી પ્રતિભાઓને શોધવા અને પોતાની ટીમને મજબૂત કરવા એક ઉત્તમ મંચ પૂરો પાડે છે.

૨૦૦૬થી રમાતી આ ટુર્નામેન્ટમાં તામિલનાડુ સૌથી વધુ ૩ વખત ચૅમ્પિયન બન્યું છે. ઝારખંડ ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે. મુંબઈ ૨૦૨૨-’૨૩ અને ૨૦૨૪-’૨૫માં વિજેતા બન્યું હતું. ૩૨ ટીમોનો ૪ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને દરેક ગ્રુપમાં ૮ ટીમો છે. એક ટીમ ગ્રુપની દરેક ટીમ સામે એક-એક મૅચ રમીને ગ્રુપ-સ્ટૅજમાં ટોટલ ૭ મૅચ રમશે. દરેક ગ્રુપની ટૉપ ટૂ ટીમ સુપર લીગમાં આગળ વધશે. આ ૮ ટીમો બે સુપર લીગ ગ્રુપમાં વિભાજિત થશે. દરેક ટીમ પોતાના ગ્રુપમાં ૩ મૅચ રમશે. આ બન્ને ગ્રુપની પહેલા ક્રમની ટીમો વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. એટલે કે કોઈ સેમી-ફાઇનલ મૅચો રમાશે નહીં.



આ સિવાય પ્લેટ ગ્રુપમાં મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલૅન્ડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જેવી ટીમો ટકરાશે. એમાંથી એક ટીમને આગામી સીઝનમાં એલીટ ગ્રુપ માટે ક્વૉલિફાય થવાની તક મળશે. ગ્રુપ Dમાં સામેલ મુંબઈની ટીમ સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં હૈદરાબાદ સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. બિહાર વૈભવ સૂર્યવંશીની, મહારાષ્ટ્ર પૃથ્વી શૉની, કેરલમ સંજુ સૅમસનની, મધ્ય પ્રદેશ રજત પાટીદારની, ઝારખંડ અનુકૂલ રૉયની અને બરોડા કૃણાલ પંડ્યાની કૅપ્ટન્સીમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 09:07 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK