ન્યુ ઝીલૅન્ડે સેટ કરેલા ૧૬૦ રનના ટાર્ગેટને ઇંગ્લૅન્ડે ત્રણ બૉલ પહેલાં ૧૬૧ રન બનાવી ચેઝ કર્યો હતો, રનચેઝ દરમ્યાન ૧૮થી ૨૦મી ઇનિંગ્સ દરમ્યાન ૪૩ રન ફટકાર્યા હતા અંગ્રેજ ટીમે
વિલ જૅક્સે
કોલંબોમાં ગઈ કાલે સુપર 8ની મૅચમાં ૪ વિકેટે જીત નોંધાવીને સેમી-ફાઇનલમાં ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડની ડાયરેક્ટ એન્ટ્રી રોકી હતી. ન્યુ ઝીલૅન્ડે ૭ વિકેટ ગુમાવીને ૧૫૯ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડે અંતિમ ઓવર્સમાં શાનદાર બૅટિંગ કરીને ૧૯.૩ ઓવરમાં ૬ વિકેટે ૧૬૧ રન કરીને ૧૬૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ન્યુ ઝીલૅન્ડ માટે ગ્લેન ફિલિપ્સે ૨૮ બૉલમાં ૪ ફોર અને ૧ સિક્સની મદદથી ૩૯ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ટિમ સાઇફર્ટે ૩૫ રન અને ફિન ઍલને ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લૅન્ડ માટે સ્પિનર્સ આદિલ રશીદ, વિલ જૅક્સ અને રેહાન અહમદે ૨-૨ વિકેટ મેળવી હતી.
ADVERTISEMENT
4: T20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ આટલા પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતવા માટે શેન વૉટ્સન (વર્ષ ૨૦૧૨)ના રેકૉર્ડની બરાબરી કરી વિલ જૅક્સે.
સેમી-ફાઇનલમાં પહોંચવા પાકિસ્તાને શું કરવું પડશે?
સુપર 8ના ગ્રુપ ટૂમાં ઇંગ્લૅન્ડ જીતની હૅટ-ટ્રિક સાથે નંબર-વન ટીમ છે. ન્યુ ઝીલૅન્ડ પૉઇન્ટ-ટેબલમાં ૧ હાર, ૧ જીત અને એક નો-રિઝલ્ટ મૅચને કારણે +૧.૩૯૦ના નેટ રનરેટ અને ૩ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે. પાકિસ્તાન -૦.૪૬૧ના નેટ રનરેટ અને ૧ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. સેમી-ફાઇનલમાં પહોંચવા પાકિસ્તાન માટે કેટલાંક સમીકરણો સામે આવ્યાં છે. પાકિસ્તાન જો પહેલાં બૅટિંગ કરે છે તો એણે ઓછામાં ઓછા ૬૪ રને વિજય મેળવવો પડશે. જો શ્રીલંકા ૧૬૪થી ૧૭૫ રન વચ્ચેનો સ્કોર કરે છે તો પાકિસ્તાને ૧૩.૩ ઓવરમાં કે એથી પહેલાં આ ટાર્ગેટ ચેઝ કરવો પડશે.
રનચેઝ દરમ્યાન ઇંગ્લૅન્ડે બે રનના સ્કોર પર બે વિકેટ, ૫૮ રનના સ્કોર પર ૪ વિકેટ અને ૧૧૭ રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ટૉમ બેન્ટને ૨૪ બૉલમાં ૩૩ રન, સૅમ કરૅને બાવીસ બૉલમાં ૨૪ રન, વિલ જૅક્સે ૧૮ બૉલમાં ૩૨ રન અને રેહાન અહમદે ૭ બૉલમાં ૧૯ રન ફટકારીને ઇંગ્લૅન્ડની વાપસી કરાવી આપી હતી.
રનચેઝ દરમ્યાન અંગ્રેજ ટીમે ૧૮થી ૨૦મી ઓવર દરમ્યાન ૪૩ રન ફટકારીને ન્યુ ઝીલૅન્ડના હાથમાંથી જીત છીનવી લીધી હતી. ન્યુ ઝીલૅન્ડના સ્પિનર રચિન રવીન્દ્રએ ૪ ઓવરમાં ૧૯ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
