Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રેસમાંથી પાકિસ્તાન ઑલમોસ્ટ આઉટ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રેસમાંથી પાકિસ્તાન ઑલમોસ્ટ આઉટ

Published : 14 September, 2026 08:52 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ઇંગ્લૅન્ડની WTC પૉઇન્ટ ટકાવારી 34.44થી વધીને 38.54 ટકા થઈ છે. પાકિસ્તાન 14.81 ટકા સાથે ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

પાકિસ્તાનની ટેસ્ટ-ટીમનો કૅપ્ટન બાબર આઝમ  ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન જો રૂટ.

પાકિસ્તાનની ટેસ્ટ-ટીમનો કૅપ્ટન બાબર આઝમ ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન જો રૂટ.


ઇંગ્લૅન્ડે ઘરઆંગણે પાકિસ્તાન સામે ટેસ્ટ-સિરીઝમાં ઐતિહાસિક ક્લીન સ્વીપ કરી એ પછી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ-ટેબલમાં નજીવો ફેરફાર થયો છે. ઇંગ્લૅન્ડ છઠ્ઠા ક્રમે અને પાકિસ્તાને તળિયાના નવમા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ પૉઇન્ટ ટકાવારીમાં ફેરફાર થયો છે.
ઇંગ્લૅન્ડની પૉઇન્ટ ટકાવારી ૩૪.૪૪થી વધીને ૩૮.૫૪ ટકા થઈ છે. પાકિસ્તાનની પૉઇન્ટ ટકાવારી ૧૬.૬૭થી ઘટીને ૧૪.૮૧ ટકા થઈ ગઈ છે. પાકિસ્તાન ટૉપ ટૂમાં આવીને ફાઇનલ સુધી પહોંચવાની રેસમાંથી બહાર થઈ ગયું છે.
શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ સામેની ટોટલ ચાર ટેસ્ટ-મૅચ જીતીને પણ પાકિસ્તાન પૉઇન્ટ ટકાવારી ૫૬ ટકા સુધી જ લઈ જઈ શકે છે, ૫૮થી ૬૦ ટકાનું જરૂરી કટ-ઑફ એ મેળવી શકે એમ નથી. જો અન્ય દેશોની ટેસ્ટ-સિરીઝમાં વધુ ડ્રૉ મૅચો જોવા મળે તો પાકિસ્તાનને ફાયદો થઈ શકે છે.
પાકિસ્તાન સામેની ક્લીન સ્વીપ છતાં ઇંગ્લૅન્ડની ફાઇનલમાં એન્ટ્રી હજી મુશ્કેલ છે. ઇંગ્લૅન્ડ હવે સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ-મૅચ અને બંગલાદેશ સામે એક ટેસ્ટ-મૅચ રમશે. ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયા અને ભારતની વધુ હારની આશા રાખવી પડશે.  

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭માં કોણ કેટલા પાણીમાં? 



ટીમ

મૅચ

જીત

હાર

ડ્રૉ

 પૉઇન્ટ

ટકાવારી

ઑસ્ટ્રેલિયા

૧૦

૯૬

૮૦.૦૦

સાઉથ આફ્રિકા

૩૬

૭૫.૦૦

ન્યુ ઝીલૅન્ડ

૫૨

૭૨.૨૨

બંગલાદેશ

3

૪૦

૫૫.૫૬

ભારત

૧૧

૬૮

૫૧.૫૨

ઇંગ્લૅન્ડ

૧૬

૭૪

૩૮.૫૪

શ્રીલંકા

3

૨૪

૩૩.૩૩

વેસ્ટ ઇન્ડીઝ

૧૨

૩૦

૨૦.૮૩

પાકિસ્તાન

૧૬

૧૪.૮૧


 


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 08:52 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK