Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્રિસ્ટલમાં ઇંગ્લૅન્ડ સામે અપરાજિત રહ્યું છે ભારત

બ્રિસ્ટલમાં ઇંગ્લૅન્ડ સામે અપરાજિત રહ્યું છે ભારત

Published : 09 July, 2026 11:56 AM | IST | Bristol
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ અહીં પાંચ T20 મૅચમાંથી બે મૅચ જીત્યું છે અને ત્રણ મૅચમાં હાર મળી છે

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર


આજે ભારતીય સમય અનુસાર સાંજે ૧૦ વાગ્યે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી T20 મૅચ રમાશે. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાનારી આ મૅચ જીતીને શ્રેયસ ઐયર ઍન્ડ કંપની સિરીઝ ડ્રૉ કરવાની આશા જીવંત રાખવા ઊતરશે.

બ્રિસ્ટલના મેદાન પર ભારતીય ટીમ ક્યારેય નથી હાર્યું. ભારત અહીં ૨૦૧૮માં ૮ જુલાઈએ એક T20 મૅચ રમ્યું હતું જેમાં ભારતે ૧૯૯ રનનો ટાર્ગેટ ૧૮.૪ ઓવરમાં ચેઝ કરીને યજમાન ટીમ સામે ૭ વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લૅન્ડ અહીં પાંચ T20 મૅચમાંથી બે મૅચ જીત્યું છે અને ત્રણ મૅચમાં હાર મળી છે.



ભારતીય મેન્સ ટીમ અહીં ટેસ્ટ-મૅચ નથી રમી પણ વન-ડે ફૉર્મેટમાં પણ અજેય રહી છે. ૧૯૯૯થી ૨૦૦૭ દરમ્યાન ભારતે બ્રિસ્ટલમાં ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને કેન્યાની ટીમને એક-એક મૅચમાં હરાવ્યું હતું. 


મૅચનો સમય - રાતે ૧૦.૦૦ વાગ્યાથી


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 11:56 AM IST | Bristol | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK