આજથી શરૂ થતી પાંચમી ટેસ્ટમાં ઇંગ્લિશ કૅપ્ટન નહીં રમે, ઓલી પોપ કરશે નેતૃત્વ : જોફ્રા આર્ચર સહિત બીજા ત્રણ પ્લેયર્સ પણ બાકાત
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન બહાર થઈ ગયેલો બેન સ્ટોક્સ અને આજની ટેસ્ટમાં સ્ટોક્સના સ્થાને નિયુક્ત થયેલો ઑલી પોપ.
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ ભારત સામેની સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ-મૅચમાંથી ઈજાને કારણે આઉટ થઈ ગયો છે. જમણા ખભાની ઇન્જરીને કારણે ન રમી શકનારા સ્ટોક્સના સ્થાને ઑલી પોપ કૅપ્ટન્સી સંભાળશે. સ્ટોક્સ પ્લેઇંગ ઇલેવનમાંથી લેફ્ટ-આર્મ સ્પિનર લિઆમ ડૉસન તથા પેસ બોલરો જોફ્રા આર્ચર અને બ્રાયનડ કાર્સ પણ આઉટ થઈ ગયા છે. ચાર ખેલાડીઓ આઉટ થયા છે તેમની જગ્યાએ ઇંગ્લૅન્ડ બૅટર જેકબ બેથેલ તથા પેસ બોલરો ગસ ઍટકિન્સન, જેમી ઓવર્ટન અને જૉશ ટન્ગનો સમાવેશ કર્યો છે.

