ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. જમણા હાથની ઈજાને કારણે બાબર આઝમ મૅચમાંથી બહાર થયો છે અને સલમાન આગાને ટીમની કૅપ્ટનશિપ સોંપવામાં આવી છે.
બાબર આઝમ
આજથી ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે. જોકે એ પહેલાં પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો છે. ઇન્જરીને લીધે કૅપ્ટન બાબર આઝમ આ મૅચમાંથી આઉટ થઈ ગયો છે. બાબરને વૉર્મ-અપ મૅચ દરમ્યાન જમણા હાથમાં ઈજા થઈ હતી અને હજુ સુધી તે સંપૂર્ણ ફિટ ન હોવાથી પાકિસ્તાને તેને બદલે સલમાન આગાને ટીમની જવાબદારી સોંપી હતી.
બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી ૯૨ ટેસ્ટ મૅચ રમાઈ છે, જેમાં ઇંગ્લૅન્ડને ૩૦ અને પાકિસ્તાને ૨૩માં વિજય મેળવ્યો છે. બન્ને દેશ વચ્ચે સુધી રમાયેલી ૨૮ ટેસ્ટ-સિરીઝમાંથી ઇંગ્લૅન્ડે ૧૧માં અને પાકિસ્તાને ૯માં વિજય મેળવ્યો છે
ઇંગ્લૅન્ડનો કોચ ટ્રેસ્કોથિક
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં હાર બાદ ઇંગ્લૅન્ડે હેડ કોચ બ્રેન્ડન મૅક્કલમને ટેસ્ટની જવાબદારીમાંથી મુક્ત કરી દીધો હતો. તેના સ્થાને ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટીફન ફ્લેમિંગની નિયુક્તિ કરી હતી. ફ્લેમિંગ ડિસેમ્બરથી જવાબદારી સંભાળવાનો હોવાથી આ સિરીઝ માટે ભૂતપૂર્વ ક્રિકેટર માર્કસ ટ્રેસ્કોથિકને કામચલાઉ જવાબદારી સોંપવામાં આવી છે.
