Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું માનસિક રીતે થાકેલો અનુભવું છું, જોકે હું પ્રેશરનો સામનો કરવા માટે પૂરતો મજબૂત છું : ગૌતમ ગંભીર

હું માનસિક રીતે થાકેલો અનુભવું છું, જોકે હું પ્રેશરનો સામનો કરવા માટે પૂરતો મજબૂત છું : ગૌતમ ગંભીર

Published : 03 November, 2026 08:57 AM | Modified : 03 November, 2026 09:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિકેટરના વર્કલોડને રોટેશન અને આરામ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પરંતુ તમામ ફૉર્મેટના હેડ કોચ તરીકે ગંભીરને રમતથી દૂર રહેવા માટે ખૂબ ઓછો સમય મળ્યો છે. તેની જવાબદારીઓ દરેક ફૉર્મેટમાં ફેલાયેલી છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર


ભારતીય હેડ કોચ તરીકે અનુભવાતા માનસિક થાક વિશે ગૌતમ ગંભીરે ખૂલીને વાત કરી છે. ગૌતમ ગંભીર કહે છે, ‘હું બહાનાં કાઢવામાં માનતો નથી. મારા શબ્દકોશમાં, મારી વિચારધારામાં ડર માટે કોઈ સ્થાન નથી. આ શબ્દ મારા જીવનમાં અસ્તિત્વ જ ધરાવતો નથી. ભારત જેવી ટીમને કોચિંગ આપવાનો અર્થ એ છે કે અહીં બેદરકારીને કોઈ સ્થાન નથી. કામના બોજની અસરને કારણે ઘણી વખત માનસિક રીતે થાકી જવાય છે. જોકે હું આ પ્રેશરને સંભાળી શકું એટલો મજબૂત છું.’

ક્રિકેટરના વર્કલોડને રોટેશન અને આરામ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પરંતુ તમામ ફૉર્મેટના હેડ કોચ તરીકે ગંભીરને રમતથી દૂર રહેવા માટે ખૂબ ઓછો સમય મળ્યો છે. તેની જવાબદારીઓ દરેક ફૉર્મેટમાં ફેલાયેલી છે એના કારણે આખું વર્ષ તેનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK