Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુવાહાટી ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટર્સને પચીસ લાખનું કૅશ પ્રાઇઝ મળશે

ગુવાહાટી ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટર્સને પચીસ લાખનું કૅશ પ્રાઇઝ મળશે

Published : 14 April, 2026 03:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસામ ક્રિકેટ અસોસિએશને કહ્યું હતું કે ‘તેમના પ્રયત્નોએ મૅચો કોઈ પણ વિક્ષેપ વિના યોજાય એ સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાષ્ટ્રીય સ્તરે સ્ટેડિયમની વધતી જતી પ્રતિષ્ઠા જાળવવામાં પણ મદદ કરી હતી.’ 

ગુવાહાટી ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન સાથેનો ધ્રુવ જુરેલ અને વૈભવ સૂર્યવંશી.

ગુવાહાટી ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન સાથેનો ધ્રુવ જુરેલ અને વૈભવ સૂર્યવંશી.


આસામ ક્રિકેટ અસોસિએશને રવિવારે ગુવાહાટી ક્રિકેટ સ્ટેડિયમના ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ્સમેનને વારંવાર વરસાદ છતાં IPL 2026ની ત્રણેય મૅચ સફળતાપૂર્વક યોજવા બદલ મોટું ઇનામ જાહેર કર્યું છે. વરસાદ બાદ સંઘર્ષ કરીને દરેક મૅચની રમત માટે મેદાનને ફરી તૈયાર કરનાર આ કર્મનિષ્ઠ વ્યક્તિત્વો વચ્ચે પચીસ લાખ રૂપિયાનું કૅશ-પ્રાઇઝ સમાન ભાગમાં વહેંચવામાં આવશે. સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની ત્રણેય રાજસ્થાન રૉયલ્સની ત્રણેય હોમ મૅચ વરસાદથી પ્રભાવિત થઈ હતી. એ મૅચોમાંથી મુંબઈ ઇન્ડિયન્સ સામેની ૧૧-૧૧ ઓવરની ટૂંકી મૅચનો પણ સમાવેશ થાય છે. આસામ ક્રિકેટ અસોસિએશને કહ્યું હતું કે ‘તેમના પ્રયત્નોએ મૅચો કોઈ પણ વિક્ષેપ વિના યોજાય એ સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાષ્ટ્રીય સ્તરે સ્ટેડિયમની વધતી જતી પ્રતિષ્ઠા જાળવવામાં પણ મદદ કરી હતી.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK