સલમાન ખાનના લોકપ્રિય રિયલિટી શો ‘બિગ બૉસ 20’એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ શોએ ૧૦૦ કરોડ કલાકનો વૉચ-ટાઇમ પૂર્ણ કરતાં સુપરસ્ટારે મલ્ટિ-ટિયર કેક કાપીને આ સિદ્ધિની ઉજવણી કરી હતી.
બિગ બૉસ 20એ રચ્યો ઇતિહાસ
સલમાન ખાનના લોકપ્રિય રિયલિટી શો ‘બિગ બૉસ 20’એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ શોએ ૧૦૦ કરોડ કલાકનો વૉચ-ટાઇમ પૂર્ણ કરતાં સુપરસ્ટારે મલ્ટિ-ટિયર કેક કાપીને આ સિદ્ધિની ઉજવણી કરી હતી.
‘બિગ બૉસ 20’ ફ્રૅન્ચાઇઝીની પહેલી એવી સીઝન બની છે જેણે ૧૦૦ કરોડ કલાકનો વૉચ-ટાઇમ પાર કર્યો છે. ખાસ વાત એ છે કે શોએ માત્ર ૬૦ દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ‘બિગ બૉસ’ ફ્રૅન્ચાઇઝીનાં ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે આ સફળતાને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શોની આ સફળતાની ઉજવણી કરવા સલમાન ‘બિગ બૉસ 20’ના સેટ પર પહોંચ્યો હતો અને તેણે શોને મળેલાં પ્રેમ અને સમર્થન બદલ સૌનો આભાર પણ માન્યો હતો. આ સિદ્ધિ શક્ય બનાવવા બદલ જિયોહૉટસ્ટાર, કલર્સ ટીવી અને શોના નિર્માતાએ પણ દર્શકોનો આભાર માન્યો હતો.
