Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યા BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સને પર્મનન્ટ ટ્રેઇનિંગ બેઝ બનાવનાર પહેલો ક્રિકેટર

હાર્દિક પંડ્યા BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સને પર્મનન્ટ ટ્રેઇનિંગ બેઝ બનાવનાર પહેલો ક્રિકેટર

Published : 01 July, 2026 03:25 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાયમી ધોરણે મુંબઈથી બૅન્ગલોર શિફ્ટ થઈ ગયો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ક્રિકેટ-કરીઅર માટે મોટો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યા BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સને પર્મનન્ટ ટ્રેઇનિંગ બેઝ બનાવનાર પહેલો ક્રિકેટર બન્યો છે. તેણે બૅન્ગલોર પાસે ભાડેથી રહેવાનું મકાન લીધું છે. જ્યારે પણ તે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર હશે ત્યારે બૅન્ગલોરમાં રહીને તાલીમ લેશે.

ભારતના કરારબદ્ધ ક્રિકેટરો સામાન્ય રીતે રીહૅબ, ફિટનેસ-ટેસ્ટ અને રાષ્ટ્રીય શિબિરો માટે આ મલ્ટિ-સ્પોર્ટ સુવિધાનો ઉપયોગ કરે છે. BCCI એનો ઉપયોગ ભાવિ ક્રિકેટર્સની તાલીમ માટે પણ કરે છે અને અન્ય રમતો માટે પણ એને ખુલ્લું રાખે છે. એવું લાગે છે કે હાર્દિક પંડ્યા તેની બાકીની કરીઅર માટે સેન્ટર ઑફ એક્સેલન્સને પોતાનો કાયમી આધાર બનાવવાની યોજના બનાવી રહ્યો છે.



હાર્દિક પંડ્યાએ મુંબઈમાં તેના લોઅર પરેલ સ્થિત ઘરેથી તેની દૈનિક મુસાફરી અને ટ્રેઈનિંગ શેડ્યુલનું સંચાલન કરવામાં મુશ્કેલી અનુભવ્યા પછી આ પગલું ભર્યું છે. ઇન્જરીને કારણે હાર્દિક પંડ્યા ભારતના વર્તમાન ક્રિકેટ ટૂરમાંથી દૂર છે. ભારત જુલાઈમાં ઝિમ્બાબ્વેની T20 ટૂર પર જશે ત્યારે હાર્દિક પંડ્યા વાપસી કરી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:25 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK