શ્રીલંકા સામેની સિરીઝમાં ડિસેમ્બર ૨૦૨૫માં T20 ડેબ્યુ કરનાર યંગ ક્રિકેટર્સ વૈષ્ણવી શર્મા અને જી. કમલિનીને વન-ડે ટીમમાં પણ તક મળી છે. ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમને વન-ડે સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
શ્રેયન્કા પાટીલ અને ભારતી ફુલમાલી
ભારતીય વિમેન્સ ટીમ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં મલ્ટી-ફૉર્મેટ સિરીઝ રમવા ઑસ્ટ્રેલિયાની ટૂર કરશે. આ ટૂરની T20 સિરીઝ માટે ૧૬ જણ અને વન-ડે સિરીઝ માટે ૧૫ સભ્યની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. મિડલ-ઑર્ડર બૅટર ભારતીય ફુલમાલી ૭ વર્ષ અને સ્પિનર શ્રેયન્કા પાટીલ ૧૪ મહિના બાદ T20 ટીમમાં વાપસી કરી છે. એકમાત્ર ટેસ્ટ-મૅચ માટેની સ્ક્વૉડ હજી જાહેર કરવામાં આવી નથી.
શ્રીલંકા સામેની સિરીઝમાં ડિસેમ્બર ૨૦૨૫માં T20 ડેબ્યુ કરનાર યંગ ક્રિકેટર્સ વૈષ્ણવી શર્મા અને જી. કમલિનીને વન-ડે ટીમમાં પણ તક મળી છે. ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમને વન-ડે સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ભારતની વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન સ્ક્વૉડમાંથી ઉમા છેત્રી, અરુંધતી રેડ્ડી અને રાધા યાદવને ડ્રૉપ કરવામાં આવી છે. ઓપનર પ્રતીકા રાવલ ઇન્જરીને કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતી. સ્ટાર બૅટર હરલીન દેઓલને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે પણ T20 સ્ક્વૉડમાંથી ડ્રોપ કરવામાં આવી છે.
ભારતની T20 સ્ક્વૉડ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), શફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાન્તિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, જેમિમા રૉડ્રિગ્સ, ભારતી ફુલમાલી, શ્રેયન્કા પાટીલ.
ભારતની વન-ડે સ્ક્વૉડ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઈસ-કૅપ્ટન), શફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાન્તિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), કાશ્વી ગૌતમ, અમનજોત કૌર, હરલીન દેઓલ, જેમિમા રૉડ્રિગ્સ.


