Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં હારની હૅટ-ટ્રિક સાથે ભારતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પણ ગુમાવી

વિમેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં હારની હૅટ-ટ્રિક સાથે ભારતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પણ ગુમાવી

Published : 24 April, 2026 04:04 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી મૅચમાં ૧૫૮ રન અને બીજી મૅચમાં ૧૪૮ રનનો ટાર્ગેટ પણ યજમાન સાઉથ આફ્રિકન ટીમે સરળતાથી ચેઝ કરી લીધો હતો.

વિમેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં હારની હૅટ-ટ્રિક સાથે ભારતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પણ ગુમાવી

વિમેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં હારની હૅટ-ટ્રિક સાથે ભારતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પણ ગુમાવી


વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી માટે સાઉથ આફ્રિકા ટૂર પર ગયેલી હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીને મોટી નિષ્ફળતા મળી છે. પહેલી ત્રણેય મૅચમાં સતત હારને કારણે ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા સામે પાંચ T20 મૅચની સિરીઝમાં હાર્યું છે. ૨૫ અને ૨૭ એપ્રિલે બન્ને ટીમ વચ્ચે છેલ્લી બે મૅચ રમાશે. શફાલી વર્માના ૬૪ રન અને હરમનપ્રીત કૌરના ૬૬ રનના આધારે ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવીને ૧૯૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં સાઉથ આફ્રિકાએ કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટની ૫૩ બૉલમાં ૧૧૫ રનની ઇનિંગ્સના જોરે ૧૬.૩ ઓવરમાં માત્ર એક વિકેટે ૧૯૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પહેલી મૅચમાં ૧૫૮ રન અને બીજી મૅચમાં ૧૪૮ રનનો ટાર્ગેટ પણ યજમાન સાઉથ આફ્રિકન ટીમે સરળતાથી ચેઝ કરી લીધો હતો.

વિમેન્સ ક્રિકેટમાં હાઇએસ્ટ 17 સદી ફટકારવાના મામલે મેગ લૅનિંગ અને સ્મૃતિ માન્ધનાની બરાબરી કરી લૉરા વૉલ્વોર્ટે.


વિમેન્સ T20 કૅપ્ટન તરીકે હાઇએસ્ટ 3017 રન નોંધાવ્યા હમરનપ્રીત કૌરે (૧૨૫ ઇનિંગ્સ).


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 04:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK