ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ બૉલ અને બૅટ બન્નેથી સારું પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલાં ૧૦ ઓવરની સ્પેલમાં ૬૫ રન આપીને બે વિકેટ લીધી હતી.
હર્ષિત રાણા
ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ બૉલ અને બૅટ બન્નેથી સારું પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલાં ૧૦ ઓવરની સ્પેલમાં ૬૫ રન આપીને બે વિકેટ લીધી હતી. રન-ચેઝ સમયે સાતમા ક્રમે રમીને તેણે ૨૩ બૉલમાં બે ફોર અને એક સિક્સની મદદથી ૨૯ રન ફટકાર્યા હતા.
મૅચ પછી પ્રેસ-કૉન્ફરન્સમાં ૨૪ વર્ષના હર્ષિત રાણાએ મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ટીમ-મૅનેજમેન્ટ મને ઑલરાઉન્ડર તરીકે વિકસાવવા માગે છે અને મારું ધ્યેય એના પર કામ કરવાનું છે. હું નેટમાં એ જ કરી રહ્યો છું. ટીમ ઇચ્છે છે કે હું ઑલરાઉન્ડર તરીકે આઠમા નંબરે બૅટિંગ કરું. મને લાગે છે કે હું આઠમા ક્રમથી પહેલાં પણ બૅટિંગ કરી શકું છું અને ટીમ જ્યારે ઇચ્છે ત્યારે ૩૦-૪૦ રન બનાવવા માટે સક્ષમ છું.’
મને મારા પપ્પા સાથે વાત કરવામાં ડર લાગે છે, કારણ કે તેઓ દરેક મૅચ બાદ મને ફોન કરે છે. જલદી આઉટ થઉં તો તેઓ મને ખીજાય પણ છે. તેઓ મને બૅટિંગ પર ફોકસ કરવા પ્રેરિત કરે છે, કારણ કે ટીમ ઇન્ડિયામાં આૅલરાઉન્ડર્સનું જલદી સિલેક્શન થાય છે.
- ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા


