સિડની વન-ડે પહેલાં હર્ષિત રાણાને હેડ કોચ ગૌતમ ગંભીરે આપી હતી ચેતવણી...
ગૌતમ ગંભીર
સિડનીમાં શનિવારે રમાયેલી અંતિમ વન-ડે પહેલાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને હેડ કોચ ગૌતમ ગંભીર બન્ને ભારે દબાણ હેઠળ હતા. પહેલી બે મૅચમાં સાધારણ પ્રદર્શન માટે હર્ષિત રાણા ટીકાનો ભોગ બન્યો હતો જેના કારણે ટીમમાં તેનું સ્થાન અનિશ્ચિત થઈ ગયું હતું. જોકે તેણે સિડનીની વન-ડે મૅચમાં ૩૯ રનમાં ચાર વિકેટ લઈને શાનદાર વાપસી કરી છે. ઑસ્ટ્રેલિયા સામેની ૩ મૅચની સિરીઝમાં તેણે ૨૦.૪ ઓવરમાં ૧૨૫ રન આપીને સૌથી વધુ ૬ વિકેટ ઝડપી હતી.
હર્ષિત રાણાના બાળપણના એક ક્રિકેટકોચ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુ પરથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. સિડનીની મૅચ પહેલાં ગંભીરે હર્ષિતને સખત ઠપકો આપ્યો હતો. તેને ચેતવણી આપવામાં આવી હતી કે ‘પર્ફોર્મ કર, નહીં તો તુઝે બાહર બિઠા દૂંગા.’ ૨૩ વર્ષનો હર્ષિત રાણા ઑસ્ટ્રેલિયા સામેની આગામી પાંચ T20 મૅચની સિરીઝમાં પણ રમતો જોવા મળશે.


