Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અજિત આગરકર માટે ગૌતમ ગંભીરનો ફેરવેલ મેસેજ : ઇતિહાસ તારા પ્રત્યે ઉદાર રહેશે

અજિત આગરકર માટે ગૌતમ ગંભીરનો ફેરવેલ મેસેજ : ઇતિહાસ તારા પ્રત્યે ઉદાર રહેશે

Published : 08 October, 2026 02:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે પૅનલમાં ખાલી પડેલા પદ માટે અરજીઓ મગાવી હતી જેની અંતિમ તારીખ ૧૪ ઑક્ટોબર નક્કી કરવામાં આવી છે.

ગૌતમ ગંભીર અને અજિત આગરકર

ગૌતમ ગંભીર અને અજિત આગરકર


ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે સિલેક્શન પૅનલમાંથી ચીફ સિલેક્ટર અજિત આગરકરની વિદાય થતાં એક હૃદયસ્પર્શી સંદેશ શૅર કર્યો હતો. ૪ ઑક્ટોબરે સિનિયર ભારતીય ટીમની સિલેક્શન પૅનલમાંથી વિદાય લેનાર અજિત આગરકરની ટીમ-ફર્સ્ટની માનસિકતાનાં ગૌતમ ગંભીરે વખાણ કર્યાં હતાં.
 ગૌતમ ગંભીરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું, ‘પ્રિય અજિતભાઈ, તારી સાથે કામ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત હતી. એ ૩ ICC ટ્રોફી તારી અતૂટ દૃઢતાની સાક્ષી છે. ટીમ ફર્સ્ટ અને ટીમ હંમેશાં. મારે કહેવું જ પડશે કે ઇતિહાસ તારા પ્રત્યે ઉદાર રહેશે. દરેક વસ્તુ માટે આભાર. તારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.’
ચીફ સિલેક્ટર તરીકેના અજિત આગરકરના કાર્યકાળમાં ભારતે ૨૦૨૪ અને ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઇટલ જીત્યું હતું. તેના કાર્યકાળમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન અને ચેતેશ્વર પુજારાએ અલગ-અલગ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.  
ભારતનો ભૂતપૂર્વ સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝા પૅનલના વચગાળાના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યો છે. આર.પી. સિંહ, શિવ સુંદર દાસ અને અજય રાત્રા તેના અન્ય સભ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે પૅનલમાં ખાલી પડેલા પદ માટે અરજીઓ મગાવી હતી જેની અંતિમ તારીખ ૧૪ ઑક્ટોબર નક્કી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 02:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK