Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આગમાં ૧૨ બસ ભસ્મીભૂત થયા બાદ બેસ્ટના તમામ ડેપોમાં સમર્પિત અગ્નિશામક એકમોની માગણી વધી રહી છે

આગમાં ૧૨ બસ ભસ્મીભૂત થયા બાદ બેસ્ટના તમામ ડેપોમાં સમર્પિત અગ્નિશામક એકમોની માગણી વધી રહી છે

Published : 08 October, 2026 10:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગના કારણે ફરી એક વાર શહેરના મહત્ત્વપૂર્ણ પબ્લિક ટ્રાન્સપોર્ટના માળખાને સુરક્ષિત રાખવાના પડકારો ઊભા થયા છે

અણિક ડેપોની આગની તપાસ ચાલી રહી છે

અણિક ડેપોની આગની તપાસ ચાલી રહી છે


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના અણિક ડેપોમાં સોમવારે લાગેલી ભીષણ આગમાં નવાં સામેલ થયેલાં ૭ વાહનો સહિત ૧૨ બસ બળીને ખાખ થઈ ગઈ એના કારણે મુંબઈની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં ફાયર-ફાઇટિંગની તૈયારી વિશે નવું ટેન્શન ઊભું થયું છે. આ ઘટના બાદ બેસ્ટ સમિતિનાં અધ્યક્ષ તૃષ્ણા વિશ્વાસરાવે BMCને શહેરના તમામ બેસ્ટ-ડેપોમાં ડેડિકેટેડ ફાયર-ફાઇટિંગ વાહનો તહેનાત કરવા વિનંતી કરી છે.

મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ​ભિડેને મંગળવારે લખેલા પત્રમાં તૃષ્ણા વિશ્વાસરાવે ધ્યાન દોર્યું હતું કે અણિક ડેપોમાં ફાયર-ફાઇટિંગનાં સાધનોના અભાવે આગને કાબૂમાં લેવાના તાત્કાલિક પ્રયાસોમાં વિલંબ થયો હતો જેના પરિણામે ઘણું નુકસાન થયું હતું. તેમણે શરૂઆતના તબક્કામાં કટોકટીનો સામનો કરવા માટે દરેક ડેપોમાં ખાસ સજ્જ અગ્નિશામક વાહનો અને લેટેસ્ટ 
ફાયર-ફાઇટિંગ સિસ્ટમ ૨૪ કલાક તહેનાત કરવાની માગણી કરી છે.



આ ઘટનાએ બેસ્ટના ૨૭ ડેપોમાં સલામતી-વ્યવસ્થા વિશે પણ પ્રશ્નો ઊભા કર્યા છે જેમાંથી ઘણામાં સેંકડો બસો નજીક-નજીકમાં પાર્ક કરેલી હોય છે. બેસ્ટ સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે આગની આ ઘટનાએ એક જાગૃતિનો જન્મ આપ્યો છે. આવી ઘટનાઓને રોકવા માટે વ્યાપક ફાયર ઇમર્જન્સી પ્રોટોકૉલ, વધુ સારાં સાધનો અને નિયમિત સ્ટાફ તાલીમની જરૂરિયાત પર ભાર મૂકયો છે.


અણિક ડેપોની આગની તપાસ ચાલી રહી છે ત્યારે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે કર્મચારીઓની બેદરકારી કે કોઈ ભૂલે આગમાં ફાળો આપ્યો કે એને કાબૂમાં લેવાના પ્રયાસોમાં અવરોધ ઊભો થયો? અધિકારીઓ ઘણી નવી બસોના વિનાશને કારણે થયેલા નુકસાનનું પણ ઍનૅલિસિસ કરી રહ્યા છે.
આગના કારણે ફરી એક વાર શહેરના મહત્ત્વપૂર્ણ પબ્લિક ટ્રાન્સપોર્ટના માળખાને સુરક્ષિત રાખવાના પડકારો ઊભા થયા છે. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્‍સનું કહેવું  છે કે ડેપોમાં ઇલેક્ટ્રિક અને CNG બસો સહિત મોટા કાફલાઓને સમાવી લેવામાં આવે છે, એથી ઝડપી રિસ્પૉન્સ આપી શકે એવી 
ફાયર-ફાઇટિંગ સિસ્ટમ, રેગ્યુલર સેફ્ટી ઑડિટ અને ઇમર્જન્સી ડ્રીલ વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ બની રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK