ICCના અધિકારીઓએ હાલમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સાથે ઢાકામાં મીટિંગ કરી હતી. આ મીટિંગમાં બંગલાદેશે આયરલૅન્ડ સાથે પોતાનું ગ્રુપ બદલીને રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એથી ઓછામાં ઓછા લૉજિસ્ટિકલ ફેરફારો સાથે મામલાને સરળ બનાવી શકાય.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મેન્સ T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવા માટે વીસથી ઓછા દિવસો બાકી છે, પરંતુ બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચે બંગલાદેશી ટીમના વેન્યુ વિશેનો વિવાદ હજી ઉકેલાયો નથી. બંગલાદેશે ભારતમાં પોતાની મૅચો રમવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. બન્ને પક્ષો આ બાબતે રચનાત્મક વાતચીત ચાલુ રાખવા સંમત થયા છે.
ICCના અધિકારીઓએ હાલમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સાથે ઢાકામાં મીટિંગ કરી હતી. આ મીટિંગમાં બંગલાદેશે આયરલૅન્ડ સાથે પોતાનું ગ્રુપ બદલીને રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એથી ઓછામાં ઓછા લૉજિસ્ટિકલ ફેરફારો સાથે મામલાને સરળ બનાવી શકાય. આયરલૅન્ડ T20 વર્લ્ડ કપના ગ્રુપ Cમાં છે જેમાં સહ-યજમાન શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને ઓમાન પણ શામેલ છે. ભારતની મુસાફરી કરવાનો ઇનકાર કરી રહેલું બંગલાદેશ વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ, નેપાલ અને ઇટલી સાથે ગ્રુપ Bમાં છે. બંગલાદેશની ગ્રુપ-મૅચ કલકત્તા અને મુંબઈમાં યોજાશે.
બંગલાદેશ ક્રિકેટ બોર્ડના ગ્રુપ બદલવાના પ્રસ્તાવને આયરલૅન્ડ ક્રિકેટ બોર્ડે નકારી કાઢ્યો છે. આયરલૅન્ડ ક્રિકેટના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ખાતરી આપીએ છે કે અમે મૂળ શેડ્યુલથી ભટકીશું નહીં. અમે ચોક્કસપણે ગ્રુપ સ્ટેજ-મૅચ શ્રીલંકામાં જ રમીશું.’


