Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આવું ટી-શર્ટ પહેરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો કાંદિવલીનો દર્શક ત્રિવેદી

આવું ટી-શર્ટ પહેરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો કાંદિવલીનો દર્શક ત્રિવેદી

Published : 09 March, 2026 01:44 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

THE ROAR OF WANKHEDE CRICKET લખેલું ટી-શર્ટ પહેરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો કાંદિવલીનો દર્શક ત્રિવેદી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દર્શક ત્રિવેદી અને ઉર્વી ત્રિવેદી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દર્શક ત્રિવેદી અને ઉર્વી ત્રિવેદી


ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા કાંદિવલીથી પત્ની ઉર્વી સાથે દર્શક ત્રિવેદી સ્પેશ્યલ ટી-શર્ટ પહેરીને આવ્યો હતો. ભારતીય ટીમને સપોર્ટ કરવા આવેલો દર્શક ત્રિવેદી આ ટી-શર્ટને લકી માનતો હોવાથી એ પહેરીને આવ્યો હતો.

દર્શક ​ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટી-શર્ટ પહેરીને સેમી-ફાઇનલ મૅચ જોવા ગયો હતો ત્યારે ભારત જીત્યું હતું એટલે આ ટી-શર્ટને હું લકી માનું છું અને ફાઇનલ મૅચમાં આ ટી-શર્ટ પહેરીને આવ્યો છું. મારા મતે વાનખેડે સ્ટેડિયમ ભારતની મૅચ માટે આઇકૉનિક સ્થળ છે. THE ROAR OF WANKHEDE CRICKET લખેલું ટી-શર્ટ પહેરવું એ વાનખેડે-ફૅનની ભાવનાનું પ્રતીક છે. આ ટી-શર્ટ પહેરવું એ રમત અને પોતાના હોમગ્રાઉન્ડ પ્રત્યેની વફાદારી બતાવવાનો પ્રયાસ છે. વિમેન્સ ડેના દિવસે ભારતની ફાઇનલ મૅચ હોવાથી મારી પત્ની ઉર્વીને સાથે લઈને આવ્યો છું, કેમ કે તેના માટે આજનો દિવસ યાદગાર બને. ઉર્વી અને હું ક્રિકેટનાં ચાહક છીએ અને અમે ઘણી બધી મૅચ જોઈ છે.’



સાયનથી ફાઇનલ મૅચ માણવા પહોંચી ત્રણ પેઢી


ભારતના રાષ્ટ્રધ્વજ સાથે અમદાવાદના સ્ટેડિયમમાં ઊભેલા (ડાબેથી) કુણાલ શાહ, યુવીર શાહ, આરવ શાહ અને મહેશ શાહ


સાયનના ૪૫ વર્ષના હેમાંગ શાહ, તેમના ૭૦ વર્ષના પિતા મહેશ શાહ, તેમના ૪૦ વર્ષના નાના ભાઈ કુણાલ, તેમનો ૧૪ વર્ષનો પુત્ર આરવ અને તેમનો સાત વર્ષનો ભત્રીજો યુવીર એમ ૩ પેઢી એકસાથે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની ફાઇનલ મૅચ જોવા પહોંચી ગઈ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 01:44 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK