Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > USAને ૩૨ રનથી હરાવીને પાકિસ્તાને લીધો બદલો

USAને ૩૨ રનથી હરાવીને પાકિસ્તાને લીધો બદલો

Published : 11 February, 2026 09:53 AM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાને આપેલા ૧૯૧ રનના ટાર્ગેટ સામે USA ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૮ રન બનાવી શક્યું હતું

ઉસ્માન તારિકે વિકેટ લીધા બાદ કૅપ્ટન સલમાન આગા સાથે અનોખી રીતે સેલિબ્રેશન કર્યું હતું

ઉસ્માન તારિકે વિકેટ લીધા બાદ કૅપ્ટન સલમાન આગા સાથે અનોખી રીતે સેલિબ્રેશન કર્યું હતું


કોલંબોમાં ગઈ કાલે મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ Aની એક મૅચમાં પાકિસ્તાને USAને ૩૨ રને હરાવીને સતત બીજી જીત સાથે ૨૦૨૪ની હારનો બદલો પણ લઈ લીધો હતો. છેલ્લે ૨૦૨૪માં રમાયેલી T20 વર્લ્ડ કપમાં USAએ પાકિસ્તાનને સુપરઓવરમાં હરાવીને મોટો અપસેટ સરજ્યો હતો. જોકે ગઈ કાલે એનું પુનરાવર્તન નહોતું થઈ શક્યું અને પાકિસ્તાને આપેલા ૧૯૧ રનના ટાર્ગેટ સામે USA ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૮ રન બનાવી શક્યું હતું. ભારત બાદ USAની આ સતત બીજી હાર હતી.



અમેરિકાના શૅડ્લી વૅન શાલ્કવિકે ભારત પછી પાકિસ્તાન સામે ફરી ઇમ્પ્રેસિવ પર્ફોર્મન્સ કરતાં ૨૫ રનમાં ૪ વિકેટ લીધી હતી


USAએ ટૉસ જીતીને ચેઝ કરવાનું પસંદ કર્યું હતું. પાકિસ્તાને ઓપનર અને મૅન ઑફ ધ મૅચ સાહિબઝાદા ફરહાનની ૪૧ બૉલમાં પાંચ સિક્સર અને ૬ ફોર સાથે ૭૩ અને બાબર આઝમના ૩૨ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૪૬ રનની ઇનિંગ્સના જોરે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૯૦ રન બનાવ્યા હતા. પહેલી મૅચની જેમ USAના પેસબોલર શૅડ્લી વૅન શાલ્કવિકે ફરી ઇમ્પ્રેસ કરતાં ૪ ઓવરમાં ૨૫ રનમાં ૪ વિકેટ લીધી હતી અને સૌરભ નેત્રાવલકર, મોહમ્મદ મોહસીન અને હરમિત સિંહને એક-એક વિકેટ મળી હતી.


સાહિબઝાદા ફરહાન ૭૩ રન ફટકારી મૅચનો હીરો બન્યો હતો

૧૯૧ રનના ટાર્ગેટ સામે કૅપ્ટન મોનાંક પટેલ ફરી ફ્લૉપ ગયો હતો અને તે માત્ર ૩ રન બનાવી શક્યો હતો. ઓપનર શયાન જહાંગીરના ૩૪ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૯ અને શુભમ રાંજણેના ૩૦ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોર સાથે ૫૧ રનના પ્રતિકાર છતાં USA ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૮ રન જ બનાવી શક્યું હતું. પાકિસ્તાના વિવાદાસ્પદ બોલિંગ-ઍક્શનવાળા ઉસ્માન તારિકે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

પાકિસ્તાન હવે રવિવારે ભારત સામે અને USA શુક્રવારે નેધરલૅન્ડ્સ સામે છેલ્લી લીગ મૅચ રમશે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 09:53 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK