Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે T20 વર્લ્ડ કપની અંતિમ વૉર્મ-અપ મૅચ ઇન્ડિયા-A અને નામિબિયા વચ્ચે રમાશે

આજે T20 વર્લ્ડ કપની અંતિમ વૉર્મ-અપ મૅચ ઇન્ડિયા-A અને નામિબિયા વચ્ચે રમાશે

Published : 06 February, 2026 10:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આયુષ બદોનીના નેતૃત્વમાં ઇન્ડિયા-Aની ટીમે અમેરિકા સામે ૩૮ રને જીત મેળવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૬ વૉર્મ-અપ મૅચનું શેડ્યુલ આજે સમાપ્ત થશે. આજે બપોરે ૩ વાગ્યે ચેન્નઈમાં ઇટલી અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચેની મૅચ બાદ અંતિમ વૉર્મ-અપ મૅચ ઇન્ડિયા-A અને નામિબિયાની બૅન્ગલોરમાં રમાશે.

આયુષ બદોનીના નેતૃત્વમાં ઇન્ડિયા-Aની ટીમે અમેરિકા સામે ૩૮ રને જીત મેળવી હતી. નામિબિયા પોતાની એકમાત્ર વૉર્મ-અપ મૅચમાં ૨૨૬ રન ફટકારીને સ્કૉટલૅન્ડ સામે ૬ વિકેટે વિજય મેળવી ચૂક્યું છે. 



ગઈ કાલની વૉર્મ-અપ મૅચનાં રિઝલ્ટ


કોલંબોમાં ઝિમ્બાબ્વે સામે ૧૮૮ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઓમાને ૪ બૉલ પહેલાં ૪ વિકેટે જીત મેળવી હતી.

ચેન્નઈમાં કૅનેડા સામે ૧૬૨ રનનો ટાર્ગેટ ૧૮ ઓવરમાં ચેઝ કરીને નેપાલ ૬ વિકેટે જીત્યું.


કોલંબોમાં આયોજિત બપોરની મૅચ દરમ્યાન વરસાદને કારણે ઑસ્ટ્રેલિયા અને નેધરલૅન્ડ્સ વચ્ચેની રમત ટૉસ વગર કૅન્સલ થઈ હતી.

નવી મુંબઈમાં સાંજે ૭ વાગ્યાની મૅચમાં ન્યુ ઝીલૅન્ડે ૨૦૮-૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં અમેરિકાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૦૧ રન કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK