Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડૅરિલ મિચલ પર બૉલ ફેંકવા બદલ અર્શદીપ સિંહને દંડ

ડૅરિલ મિચલ પર બૉલ ફેંકવા બદલ અર્શદીપ સિંહને દંડ

Published : 11 March, 2026 11:41 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમ્પાયરના રિપોર્ટ બાદ મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે અશર્દીપને ૧૫ ટકા મૅચ-ફી અને એક ડિમેરિટ પૉઇન્ટનો દંડ કર્યો હતો

અર્શદીપે ફૉલો-થ્રૂમાં બૉલ પકડીને ગુસ્સામાં બૅટર અને ન્યુ ઝીલૅન્ડના વાઇસ કૅપ્ટન ડૅરિલ મિચલ પર ફેંક્યો હતો

અર્શદીપે ફૉલો-થ્રૂમાં બૉલ પકડીને ગુસ્સામાં બૅટર અને ન્યુ ઝીલૅન્ડના વાઇસ કૅપ્ટન ડૅરિલ મિચલ પર ફેંક્યો હતો


મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ દરમ્યાન ડૅરિલ મિચલ પર બૉલ ફેંકવા બદલ પેસ બોલર અર્શદીપ સિંહને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉ​ન્સિલ (ICC)એ દંડ ફટકાર્યો છે. રવિવારે ફાઇનલમાં ૧૧મી ઓવરમાં અર્શદીપે ફૉલો-થ્રૂમાં બૉલ પકડીને ગુસ્સામાં બૅટર અને ન્યુ ઝીલૅન્ડના વાઇસ કૅપ્ટન ડૅરિલ મિચલ પર ફેંક્યો હતો જે મિચલને પૅડ પર વાગ્યો હતો અને તે ખૂબ જ ગુસ્સે થયો હતો. અર્શદીપને તેની ભૂલ સમજાઈ હતી અને ઓવરના અંતે તેણે મિચલને હાથ મેળવીને સૉરી કહ્યું હતું. મૅચ બાદ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં અર્શદીપ સિંહ ડૅરિલ મિચલને ભેટીને માફી માગતો જોવા મળ્યો હતો.

અમ્પાયરના રિપોર્ટ બાદ મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે અશર્દીપને ૧૫ ટકા મૅચ-ફી અને એક ડિમેરિટ પૉઇન્ટનો દંડ કર્યો હતો. આ ગુના બદલ ૫૦ ટકા મૅચ-ફી અને બે ડિમેરિટ પૉઇન્ટનો દંડ થઈ શકે છે, પણ છેલ્લા ૨૪ મહિનામાં અર્શદીપનો આ પ્રથમ જ ગુનો હોવાથી મૅચ રેફરીએ તેને થોડી હળવી સજા કરી હતી. અર્શદીપે તેનો ગુનો અને સજા સ્વીકારી લીધી હોવાથી આ બાબતે વધુ કોઈ સુનાવણી નહીં થાય.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 11:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK