બે વખત ટાઇટલ જીતવાની હૅટ-ટ્રિક કરનાર આૅસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, ભારત સહિતની ૮ ટીમો હજી નથી જીતી ટાઇટલ
એક બસમાં ટ્રોફી સાથે જોવા મળી વિમેન્સ T20 વર્લ્ડ કપની ૧૨ ટીમોની કૅપ્ટન્સ.
ઇંગ્લૅન્ડ અને વેલ્સનાં ૭ મેદાનો પર આજે ૧૨ જૂનથી આગામી પાંચ જુલાઈ સુધી વિમેન્સ T20 વર્લ્ડ કપની દસમી સીઝનની રસાકસી જોવા મળશે. વર્ષ ૨૦૦૯થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની પહેલી ૩ સીઝન ૮-૮ ટીમો વચ્ચે રમાઈ હતી. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે ૬ સીઝનમાં ૧૦-૧૦ ટીમોને ભાગ લેવાની મંજૂરી હતી. જોકે પહેલી વખત ૧૦ પ્લસ ટીમો એટલે કે ૧૨ ટીમો વચ્ચે ટ્રોફી જીતવાનો જંગ જામશે. પહેલી વખત એક વિમેન્સ T20 વર્લ્ડ કપ સીઝનમાં ૩૦ પ્લસ મૅચો રમાશે. ૨૦૧૬થી ૨૩ મૅચોનો વર્લ્ડ કપ રમાતો હતો.
નેધરલૅન્ડ્સની ટીમ પહેલી વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા, ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અગાઉ ૯ સીઝનમાં રમ્યાં છે; જ્યારે બંગલાદેશ ૬ વખત, આયરલૅન્ડ ૪ વખત અને સ્કૉટલૅન્ડ એક વખત વિમેન્સ T20 વર્લ્ડ કપ રમ્યું છે. ભારત સહિતની ૮ ટીમો પહેલી વખત આ ટાઇટલ જીતવા પર નજર રાખશે.
ADVERTISEMENT
વર્ષ ૨૦૦૯ બાદ ફરી એક વખત ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં વિમેન્સ T20 વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે. પહેલવહેલો વિમેન્સ T20 વર્લ્ડ કપ પણ ઇંગ્લૅન્ડે જીત્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૪નો વર્લ્ડ કપ સળંગ જીત્યો હતો. ભારતમાં આયોજિત ૨૦૧૬નો વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું. ૨૦૧૮, ૨૦૨૦ અને ૨૦૨૩નું ટાઇટલ જીતીને ઑસ્ટ્રેલિયાએ ફરી ચૅમ્પિયન બનવાની હૅટ-ટ્રિક કરી હતી. ૨૦૨૪નો વર્લ્ડ કપ ન્યુ ઝીલૅન્ડે જીત્યો હતો.
વિમેન્સ T20 વર્લ્ડ કપનું ફૉર્મેટ શું છે?
૧૨ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે જેમાં દરેક ગ્રુપમાં ૬ ટીમો છે. ટીમોને જીત માટે બે પૉઇન્ટ અને નો-રિઝલ્ટવાળી મૅચ માટે એક-એક પૉઇન્ટ મળશે.
ગ્રુપ-સ્ટેજમાં દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમો સામે પાંચ-પાંચ મૅચ રમશે.
દરેક ગ્રુપમાંથી ટૉચની બે ટીમો સેમી-ફાઇનલમાં પહોંચશે. ગ્રુપ Aમાં પહેલા ક્રમની ટીમનો મુકાબલો ગ્રુપ Bમાંથી બીજા ક્રમે રહેલી ટીમ સામે થશે, જ્યારે ગ્રુપ Bની ટોચની ટીમનો મુકાબલો ગ્રુપ Aની બીજા ક્રમે રહેલી ટીમ સામે થશે.
કયા ગ્રુપમાં કઈ-કઈ ટીમ ?
ગ્રુપ Aમાં યજમાન ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, સ્કૉટલૅન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે; જ્યારે ગ્રુપ Bમાં ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ, ભારત, નેધરલૅન્ડ્સ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા જેવી ટીમો એકબીજા સામે રમશે.
ભારતીય ટીમ માટે T20 વર્લ્ડ
કપના હાઇએસ્ટ રન-સ્કોરર
મિતાલી રાજ ૨૪ મૅચમાં ૭૨૬ રન
હરમનપ્રીત કૌર ૩૯ મૅચમાં ૭૨૬ રન
સ્મૃતિ માન્ધના ૨૫ મૅચમાં ૫૨૪ રન
જેમિમા રૉડ્રિગ્સ ૧૯ મૅચમાં ૪૦૭ રન
પૂનમ રાઉત ૧૫ મૅચમાં ૩૭૫ રન
શફાલી વર્મા ૧૪ મૅચમાં ૩૬૨ રન
ભારતીય ટીમ માટે T20 વર્લ્ડ કપની હાઇએસ્ટ વિકેટટેકર બોલર્સ
પૂનમ યાદવ ૧૮ મૅચમાં ૨૮ વિકેટ
દીપ્તિ શર્મા ૧૯ મૅચમાં ૧૯ વિકેટ
રાધા યાદવ ૧૩ મૅચમાં ૧૮ વિકેટ
રેણુકા સિંહ ઠાકુર ૯ મૅચમાં ૧૪ વિકેટ
પ્રિયંકા રૉય ૮ મૅચમાં ૧૨ વિકેટ
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ટૉપ-ફાઇવ બોલર
મેગન શટ (ઑસ્ટ્રેલિયા) ૨૯ મૅચમાં ૪૮ વિકેટ
શબનીમ ઇસ્માઇલ (સાઉથ આફ્રિકા) ૩૨ મૅચમાં ૪૩ વિકેટ
આન્યા શ્રૂબસોલ (ઇંગ્લૅન્ડ) ૨૭ મૅચમાં ૪૧ વિકેટ
એલિસ પેરી (ઑસ્ટ્રેલિયા) ૪૭ મૅચમાં ૪૦ વિકેટ
સોફી ડિવાઇન (ન્યુ ઝીલૅન્ડ) ૩૫ મૅચમાં ૩૩ વિકેટ
ભારતનું કેવું રહ્યું છે પ્રદર્શન?
ભારત માત્ર ૨૦૨૦માં વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું છે. મેલબર્નમાં આયોજિત એ ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાના ૧૮૫ રનના ટાર્ગેટ સામે ૯૯ રન કરીને ૮૫ રને હાર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત ૪૦ મૅચમાંથી ૨૨ જીત્યું છે અને ૧૮ મૅચમાં હાર મળી છે.
|
૩૦ ગ્રુપ-સ્ટેજ મૅચ બાદ લંડનમાં બે સેમી-ફાઇનલ સહિત ગ્રૅન્ડ ફિનાલે રમાશે |
|
|
ભારતીય સમય અનુસાર વિમેન્સ T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યુલ |
|
|
૧૨ જૂન |
ઇંગ્લૅન્ડ vs શ્રીલંકા, રાત્રે ૧૧ વાગ્યે |
|
૧૩ જૂન |
સ્કૉટલૅન્ડ vs આયરલૅન્ડ, બપોરે ૩ વાગ્યે |
|
૧૩ જૂન |
ઑસ્ટ્રેલિયા vs સાઉથ આફ્રિકા, સાંજે ૭ વાગ્યે |
|
૧૩ જૂન |
વેસ્ટ ઇન્ડીઝ vs ન્યુ ઝીલૅન્ડ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૧૪ જૂન |
બંગલાદેશ vs નેધરલૅન્ડ્સ, બપોરે ૩ વાગ્યે |
|
૧૪ જૂન |
ભારત vs પાકિસ્તાન, સાંજે ૭ વાગ્યે |
|
૧૬ જૂન |
ન્યુ ઝીલૅન્ડ vs શ્રીલંકા, સાંજે ૭ વાગ્યે |
|
૧૬ જૂન |
ઇંગ્લૅન્ડ vs આયરલૅન્ડ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૧૭ જૂન |
ઑસ્ટ્રેલિયા vs બંગલાદેશ, બપોરે ૩ વાગ્યે |
|
૧૭ જૂન |
ભારત vs નેધરલૅન્ડ્સ, સાંજે ૭ વાગ્યે |
|
૧૭ જૂન |
સાઉથ આફ્રિકા vs પાકિસ્તાન, રાત્રે ૧૧ વાગ્યે |
|
૧૮ જૂન |
વેસ્ટ ઇન્ડીઝ vs સ્કૉટલૅન્ડ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૧૯ જૂન |
ન્યુ ઝીલૅન્ડ vs આયરલૅન્ડ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૨૦ જૂન |
ઑસ્ટ્રેલિયા vs નેધરલૅન્ડ્સ, બપોરે ૩ વાગ્યે |
|
૨૦ જૂન |
પાકિસ્તાન vs બંગલાદેશ, સાંજે ૭ વાગ્યે |
|
૨૦ જૂન |
ઇંગ્લૅન્ડ vs સ્કૉટલૅન્ડ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૨૧ જૂન |
વેસ્ટ ઇન્ડિઝ vs શ્રીલંકા, બપોરે ૩ વાગ્યે |
|
૨૧ જૂન |
સાઉથ આફ્રિકા vs ભારત, સાંજે ૭ વાગ્યે |
|
૨૩ જૂન |
ન્યુ ઝીલૅન્ડ vs સ્કૉટલૅન્ડ, બપોરે ૩ વાગ્યે |
|
૨૩ જૂન |
શ્રીલંકા vs આયરલૅન્ડ, સાંજે ૭ વાગ્યે |
|
૨૩ જૂન |
ઑસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, રાત્રે ૧૧ વાગ્યે |
|
૨૪ જૂન |
ઇંગ્લૅન્ડ vs વેસ્ટ ઇન્ડીઝ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૨૫ જૂન |
ભારત vs બંગ્લાદેશ, સાંજે ૭ વાગ્યે |
|
૨૫ જૂન |
સાઉથ આફ્રિકા vs નેધરલૅન્ડ્સ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૨૬ જૂન |
શ્રીલંકા vs સ્કૉટલૅન્ડ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૨૭ જૂન |
પાકિસ્તાન vs નેધરલૅન્ડ્સ, બપોરે ૩ વાગ્યે |
|
૨૭ જૂન |
વેસ્ટ ઇન્ડીઝ vs આયરલૅન્ડ, સાંજે ૭ વાગ્યે |
|
૨૭ જૂન |
ઇંગ્લૅન્ડ vs ન્યુ ઝીલૅન્ડ, રાત્રે ૧૧ વાગ્યે |
|
૨૮ જૂન |
સાઉથ આફ્રિકા vs બંગલાદેશ, બપોરે ૩ વાગ્યે |
|
૨૮ જૂન |
ઑસ્ટ્રેલિયા vs ભારત, સાંજે ૭ વાગ્યે |
|
૩૦ જૂન |
સેમી-ફાઇનલ 1 (ધ ઓવલ, લંડન), સાંજે ૭ વાગ્યે |
|
૨ જુલાઈ |
સેમી-ફાઇનલ 2 (ધ ઓવલ, લંડન), રાત્રે ૧૧ વાગ્યે |
|
૫ જુલાઈ |
ફાઇનલ મૅચ (લૉર્ડ્સ, લંડન), સાંજે ૭ વાગ્યે |
|
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર ટૉપ-ફાઇવ બૅટર |
|
|
સુઝી બેટ્સ (ન્યુ ઝીલૅન્ડ) |
૪૨ મૅચમાં ૧૨૧૬ રન |
|
સ્ટેફની ટેલર (વેસ્ટ ઇન્ડીઝ) |
૩૫ મૅચમાં ૧૦૧૪ રન |
|
એલિઝા હીલી (ઑસ્ટ્રેલિયા) |
૪૨ મૅચમાં ૧૦૦૮ રન |
|
મેગ લૅનિંગ (ઑસ્ટ્રેલિયા) |
૩૫ મૅચમાં ૯૯૨ રન |
|
સોફી ડિવાઇન (ન્યુ ઝીલૅન્ડ) |
૩૮ મૅચમાં ૭૮૫ રન |
વિમેન્સ T20 વર્લ્ડ કપ : ઇંગ્લૅન્ડ સામે લાગલગાટ ૧૦ હાર બાદ છેલ્લી બે T20 મૅચ જ જીતી શક્યું છે શ્રીલંકા
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત આજે યજમાન ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટક્કરથી થશે. બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩ બાદ પહેલી વખત T20ની ટક્કર થશે. વર્ષ ૨૦૦૯થી ૨૦૨૩ વચ્ચે બન્ને ટીમ વચ્ચે ૧૨ T20 મૅચ રમાઈ છે એમાંથી લાગલગાટ ૧૦ હાર બાદ શ્રીલંકા છેલ્લી બે મૅચ જ જીતી શક્યું છે. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ વચ્ચે વર્ષ ૨૦૧૪, ૨૦૧૬ અને ૨૦૧૮માં સામસામે મૅચ રમાઈ છે. આ ત્રણેય મૅચમાં અંગ્રેજ ટીમે અનુક્રમે સાત વિકેટ, ૬ વિકેટ અને ૮ વિકેટે જીત નોંધાવી છે. વિમેન્સ T20 વર્લ્ડ કપની પહેલી ચૅમ્પિયન ટીમ ઇંગ્લૅન્ડ આ ટુર્નામેન્ટમાં ૪૨ મૅચમાંથી ૩૧ મૅચમાં જીત્યું છે, જ્યારે ૧૧ મૅચમાં હાર મળી છે. શ્રીલંકાની ટીમને ૩૫ મૅચમાંથી ૧૦માં જીત અને પચીસમાં હાર મળી છે.
