Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામેની મૅચ માટે પહેલી વખત બેસ્ટ ફીલ્ડરનો મેડલ જીતી સ્મૃતિ માન્ધના

પાકિસ્તાન સામેની મૅચ માટે પહેલી વખત બેસ્ટ ફીલ્ડરનો મેડલ જીતી સ્મૃતિ માન્ધના

Published : 16 June, 2026 11:05 AM | Modified : 16 June, 2026 11:06 AM | IST | Birmingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મૃતિ પાકિસ્તાન સામે ભારત તરફથી બીજી સૌથી મોટી ૬૮ રનની T20 ઇનિંગ્સ રમનાર ખેલાડી બની હતી

ફીલ્ડિંગ કોચ મુનીશ બાલીએ સ્મૃતિ માન્ધનાને મેડલ એનાયત કર્યો હતો

ફીલ્ડિંગ કોચ મુનીશ બાલીએ સ્મૃતિ માન્ધનાને મેડલ એનાયત કર્યો હતો


રવિવારે પાકિસ્તાન સામેની મૅચમાં ભારતીય મહિલા પ્લેયર્સે શાનદાર ફીલ્ડિંગ કરી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ત્રણ કૅચ, સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સે બે-બે કૅચ, શ્રેયંકા પાટીલ અને ભારતી ફૂલમાલીએ ૧-૧ કૅચ પકડ્યા હતા. ૯ કૅચ સિવાય દીપ્તિ શર્માએ એક પ્લેયરને રનઆઉટ પણ કરાવી હતી.

જીત બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં સ્મૃતિ માન્ધના બેસ્ટ ફીલ્ડરનો મેડલ જીતી હતી. તેણે કૅપ્ટન ફાતિમા સના અને આયેશા ઝફરનો શાનદાર કૅચ પકડીને મૅચની દિશા બદલી નાખી હતી. મેડલ જીત્યા બાદ તેણે કહ્યું હતું વર્લ્ડ કપને કારણે હું ફરી ફૉર્મમાં આવી ગઈ છું. આ મારો પહેલો ફીલ્ડિંગ મેડલ છે.’



સ્મૃતિ માન્ધના અને હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામે ભારત તરફથી સૌથી મોટી ૯૧ રનની ભાગીદારી નોંધાવી હતી. સ્મૃતિ પાકિસ્તાન સામે ભારત તરફથી બીજી સૌથી મોટી ૬૮ રનની T20 ઇનિંગ્સ રમનાર ખેલાડી બની હતી. પહેલા ક્રમે મિતાલી રાજ છે જેણે એશિયા કપ 2016માં પાકિસ્તાન સામે ૭૩ રન ઝૂડ્યા હતા.


87

ભારત માટે T20 ઇન્ટરનૅશનલમાં હાઇએસ્ટ આટલી સિક્સ ફટકારવાનો રેકૉર્ડ કર્યો સ્મૃતિ માન્ધનાએ. 


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 11:06 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK