Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સામે ૧૬૩ રન ચેઝ કરીને વેસ્ટ ઇન્ડીઝે કરી વિજયી શરૂઆત

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સામે ૧૬૩ રન ચેઝ કરીને વેસ્ટ ઇન્ડીઝે કરી વિજયી શરૂઆત

Published : 15 June, 2026 10:44 AM | IST | Hampshire
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20માં શેમાઇન કૅમ્પબેલે છેક ૧૨૨ ઇનિંગ્સ બાદ પહેલી ફિફટી ફટકારીને ટીમને જીત અપાવી

શેમાઇન કૅમ્પબેલ ૯૦ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી

શેમાઇન કૅમ્પબેલ ૯૦ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી


શનિવારે મધરાતે સાઉધમ્પ્ટનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડને વેસ્ટ ઇન્ડીઝ સામે ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટે ૧૬૨ રન કર્યા હતા, જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે શેમાઇન કૅમ્પબેલના અણનમ ૯૦ રનની મદદથી ૧૯.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની આ સૌથી મોટી રન-ચેઝ હતી. ટુર્નામેન્ટની સૌથી મોટી સફળ રન-ચેઝમાં વેસ્ટ ઇન્ડીઝથી આગળ માત્ર ઇંગ્લૅન્ડની ટીમ છે. અંગ્રેજ ટીમે ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયા સામે ૧૬૫ રન ચેઝ કર્યા હતા.



મેલી કેરની આગેવાનીમાં પહેલી વખત વર્લ્ડ કપ રમનાર કિવી ટીમ માટે બ્રૂક હેલિડેએ ૩૨ બૉલમાં પાંચ ફોરની મદદથી ૪૦ રન કર્યા હતા. ઇન્જર્ડ કૅપ્ટન ચિનેલ હેન્રીના સ્થાને હેલી મૅથ્યુઝે વેસ્ટ ઇન્ડીઝની કમાન સંભાળી હતી. તેણે ૮ બોલર્સ પાસે બોલિંગ કરાવી હતી એમાંથી ફાસ્ટ બોલર આલિયા એલીને ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી.


રન-ચેઝ દરમ્યાન ઓપનર હેલી મૅથ્યુઝે ૩૭ બૉલમાં ૬ ફોર અને એક સિક્સના આધારે ૪૮ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમનાર વિકેટકીપર-બૅટર શેમાઇન કૅમ્પબેલ મૅચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે ૭ ફોર અને ૩ સિક્સની મદદથી ૬૨ બૉલમાં ૯૦ રન કર્યા હતા. વિમેન્સ T20માં સૌથી મોડેથી એટલે કે ૧૨૨ ઇનિંગ્સ બાદ પહેલી ફિફ્ટી નોંધાવનાર શેમાઇન કૅમ્પબેલ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. કિવી ટીમ માટે ફાસ્ટ બોલર જેસ કેરે બે વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 10:44 AM IST | Hampshire | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK