Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગૌતમ ગંભીર પર આવી મોટી મુસીબત: ટીમ ઇન્ડિયાને લંડન મૂકી ભારત પાછું ફરવું પડશે

ગૌતમ ગંભીર પર આવી મોટી મુસીબત: ટીમ ઇન્ડિયાને લંડન મૂકી ભારત પાછું ફરવું પડશે

Published : 13 June, 2025 03:38 PM | Modified : 14 June, 2025 07:09 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગંભીરની માતાને હાર્ટ ઍટેક આવ્યો છે અને હાલમાં તેઓ ઇન્ટેન્સિવ કેરમાં છે. ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ આવતા અઠવાડિયે પાછા ફરે તેવી શક્યતા છે. ગંભીર ૧૩ જૂન, શુક્રવારના રોજ ટીમ ઇન્ડિયા અને ભારત વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વોડ મૅચ પહેલા ભારત પરત ફર્યો છે.

ગૌતમ ગંભીર (ફાઇલ તસવીર)

ગૌતમ ગંભીર (ફાઇલ તસવીર)


ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં યુનાઇટેડ કિંગડમમાં ઇંન્ગલૅન્ડ સામેની ટૅસ્ટ સિરીઝ માટે ગઈ છે. આ માટે આખી ટીમ સાથે હેડ કોચ ગૌતમ ગંભીર પણ ગયો હતો, જોકે ૨૦ જૂને તેન્ડુલકર-ઍન્ડરસન ટ્રૉફી શરૂ થવાના થોડા દિવસો પહેલા જ ગૌતમ ગંભીર ભારત પાછો ફર્યો છે. ગંભીરને એક મોટી મેડિકલ ઇમરજન્સીના કારણે ઇંગ્લૅન્ડથી ભારત પાછા ફરવાની ફરજ પડી હોવાના અહેવાલ છે.


રેવસ્પોર્ટ્ઝના જણાવ્યા અનુસાર, ગંભીરની માતાને હાર્ટ ઍટેક આવ્યો છે અને હાલમાં તેઓ ઇન્ટેન્સિવ કેરમાં છે. ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ આવતા અઠવાડિયે પાછા ફરે તેવી શક્યતા છે. ગંભીર ૧૩ જૂન, શુક્રવારના રોજ ટીમ ઇન્ડિયા અને ભારત વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વોડ મૅચ પહેલા ભારત પરત ફર્યો છે. ગંભીરની ગેરહાજરીમાં, બૅટિંગ કોચ સિતાંશુ કોટક અને બૉલિંગ કોચ મોર્ને મોર્કેલ સાથે સહાયક કોચ રાયન ટેન ડોશેટ જવાબદારી સંભાળશે.



શું ઇન્ડિયા એ ના સિનિયર ખેલાડીઓ ઇન્ટ્રા-સ્ક્વોડ મૅચમાં ભાગ લેશે?



ઇન્ડિયા એ માટે રમી રહેલા આઠ સિનિયર ખેલાડીઓએ ઇંગ્લૅન્ડ લાયન્સ સામે બે વોર્મ-અપ મૅચ રમી છે, અને તે બન્ને ડ્રૉ રહી છે. ઇન્ડિયા એ વિરુદ્ધ ઇન્ડિયા ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ એકમાત્ર બાકી રહેલી મૅચ છે જે ગંભીર અને નવો કૅપ્ટન શુભમન ગિલને ટૅસ્ટ સિરીઝ પહેલા ક્યાં ઊભો છે તે અંતિમ નજર આપશે જોકે, હજી સુધી એ જાણી શકાયું નથી કે આ આઠ ખેલાડીઓ - જેમાં કેએલ રાહુલ, કરુણ નાયર, યશસ્વી જયસ્વાલ અને વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે ઇન્ટર ટીમની રમત ક્યાં રમશે, તે પણ જાહેર થયું નથી.

આ સિરીઝ વિશે વાત કરતાં ઇંગ્લૅન્ડના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમે કહ્યું કે “ભારત ક્રિકેટ રમતો એક મહાન દેશ છે, જે અહીં મોટી અપેક્ષાઓ સાથે આવશે. અમે તેમના પડકાર માટે તૈયાર છીએ. અમારા પ્લેયર્સ ફ્રેશ રહે એ મહત્ત્વપૂર્ણ છે. અમે જાણીએ છીએ કે ટૅસ્ટ ટીમ તરીકે અમે ક્યાં પહોંચવા માગીએ છીએ. અમારા કેટલાક સારા ફાસ્ટ બૉલરો રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં, પરંતુ  ફાસ્ટ બૉલિંગ વિભાગમાં અમારી પાસે સારું અને વૈવિધ્યસભર આક્રમણ છે. અમને ખબર છે કે ભારત સામે અમારી કસોટી થશે અને તેઓ સંપૂર્ણ તૈયારી સાથે આવશે.”

ભારત A ટીમ

અભિમન્યુ ઇશ્વરન (C), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, ધ્રુવ જુરેલ (વાઈસ-કૅપ્ટન/વિકેટ-કીપર), નીતીશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન (વિકેટ-કીપર), માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત અહેમદ, હર્ષિત કૌશલ, અહેમદ, એન. ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે

ઈંગ્લૅન્ડ સામે ભારતની ટૅસ્ટ ટીમ

શુભમન ગિલ (C), રિષભ પંત (VC), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુધરસન, અભિમન્યુ ઈસ્વારન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ કૃષ્ણા સિરાજ, અરદીપ સિરાજ, અરવિંદ સિંઘ, ક્રિષ્ના અક્ષુલ, અરવિંદ.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 07:09 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK