Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના ૪૫૭ રનના ટાર્ગેટ સામે અડધી અંગ્રેજ ટીમ ૫૯ રને તંબુભેગી

ભારતના ૪૫૭ રનના ટાર્ગેટ સામે અડધી અંગ્રેજ ટીમ ૫૯ રને તંબુભેગી

Published : 13 July, 2026 12:02 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે બરોડાની યાસ્તિકા ભાટિયાએ ૧૫૮ બૉલમાં ૧૪ ફોર સાથે ૧૧૩ રન કરી ભારત માટે પહેલી સદી નોંધાવી હતી

ભારતની યાસ્તિકા ભાટિયા લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેસ્ટ-સદી ફટકારનાર પ્રથમ મહિલા બની

ભારતની યાસ્તિકા ભાટિયા લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેસ્ટ-સદી ફટકારનાર પ્રથમ મહિલા બની


લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચમાં ભારતે જીત માટે ૪૫૭ રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૮૫-૧૦નો સ્કોર કરનાર ભારતે ૮૬.૩ ઓવરમાં ૩૪૧-૭ના સ્કોરે બીજી ઇનિંગ્સ઼ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૭૦-૧૦નો સ્કોર કરનાર ઇંગ્લૅન્ડે રન-ચેઝ દરમ્યાન ૨૦મી ઓવરમાં ૫૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ત્રીજા દિવસના અંતે આ ટીમે ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૦ રન કર્યા હતા. ઇંગ્લૅ‌ન્ડને મૅચ જીતવા માટે હજી ૩૨૭ રન અને ભારતને જીતવા માટે ૪ વિકેટની જરૂર છે.

બીજી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે બરોડાની યાસ્તિકા ભાટિયાએ ૧૫૮ બૉલમાં ૧૪ ફોર સાથે ૧૧૩ રન કરી ભારત માટે પહેલી સદી નોંધાવી હતી. ઓપનર સ્મૃતિ માન્ધનાએ ૧૩૦ બૉલમાં ૭૦ રન અને રિચા ઘોષે બાવન બૉલમાં ૫૦ રનનું યોગદાન આપ્યું હતું. સ્પિનર સોફી ઍક્લેસ્ટને આ ઇનિંગ્સમાં ૩૩.૩ ઓવરમાં ૧૧૮ રન આપી પાંચ વિકેટ લીધી હતી. 



લૉર્ડ્‌સ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ માટે છેલ્લી વખત રમ્યા ભૂતપૂર્વ કૅપ્ટન્સ ટૅમી બ્યુમોન્ટ અને હેધર નાઇટ


લૉર્ડ્‌સ ટેસ્ટ-મૅચમાં ગઈ કાલે ત્રીજા દિવસની રમત પહેલાં ૩૫ વર્ષની સ્પિન ઑલરાઉન્ડર હેધર નાઇટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ૨૦૧૦માં ડેબ્યુ કરીને તેણે ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ ૩૨૦ મૅચ રમી છે જેમાં ૧૫ ટેસ્ટ-મૅચ, ૧૬૦ વન-ડે મૅચ અને ૧૪૫ T20 મૅચનો સમાવેશ થાય છે. ૨૦૧૭માં લૉર્ડ્સમાં જ ઇંગ્લૅન્ડે તેની આગેવાનીમાં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.
લૉર્ડ્‌સ ટેસ્ટ-મૅચ પહેલાં ૩૫ વર્ષની વિકેટકીપર-બૅટર ટૅમી બ્યુમોન્ટે પણ આ ટેસ્ટ-મૅચ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડવાની જાહેરાત કરી હતી. ઇંગ્લૅન્ડની આ ભૂતપૂર્વ કૅપ્ટને દેશ માટે ૧૨ ટેસ્ટ-મૅચ, ૧૪૦ વન-ડે મૅચ અને ૧૦૯ T20 મૅચ રમી છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 12:02 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK