Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સમાં ટીમ ઇન્ડિયાની ક્રિકેટમાં ગોલ્ડ મેડલની સફર ૨૮ સપ્ટેમ્બરથી શરૂ

એશિયન ગેમ્સમાં ટીમ ઇન્ડિયાની ક્રિકેટમાં ગોલ્ડ મેડલની સફર ૨૮ સપ્ટેમ્બરથી શરૂ

Published : 27 August, 2026 12:10 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મહિલાઓ ૧૮ સપ્ટેમ્બરે પહેલી મૅચમાં જપાન સામે ટકરાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જપાનમાં રમાનાર એશિયન ગેમ્સમાં T20 ક્રિકેટ મૅચોનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. પુરુષોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બંગલાદેશને સીધો ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થતા આ મુકાબલામાં શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારત બીજી ક્વૉર્ટર ફાઇનલમાં ગ્રુપ Aની બીજા નંબરની ટીમ સાથેની ટક્કરથી ગોલ્ડ મેડલના મિશનની શરૂઆત કરશે. સેમી ફાઇનલ પહેલી ઑક્ટોબરે અને ફાઇનલ શનિવાર, ત્રીજી ઑક્ટોબરે રમાશે. 
મહિલાઓના મુકાબલાઓ ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થવાના છે અને ભારત બીજા દિવસે એની પ્રથમ મૅચ જપાન સામે રમશે. સેમી-ફાઇનલ ૨૦ સપ્ટેમ્બરે, બ્રૉન્ઝ મેડલ અને ફાઇનલ માટેના જંગ બાવીસ સપ્ટેમ્બરે જામશે. 
ભારતની બન્ને ટીમ ગોલ્ડ મેડલ માટે ફૅવરિટ માનવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 12:10 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK