Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૪૦૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ભારતે રચ્યો ઇતિહાસ

૪૦૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ભારતે રચ્યો ઇતિહાસ

Published : 01 October, 2026 11:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુભમન ગિલે વન-ડે ક્રિકેટના ઇતિહાસની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી

ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી કર્યા બાદ ખુશખુશાલ શુભમન ગિલ.

ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી કર્યા બાદ ખુશખુશાલ શુભમન ગિલ.


રોહિત શર્માએ પણ ફટકારી સદી, ભારતે માત્ર ૪૩.૩ ઓવરમાં ફક્ત બે વિકેટે ૪૦૬ રન કર્યા : વેસ્ટ ઇન્ડીઝે રેકૉર્ડ ત્રણ સદીની મદદથી પહેલી વખત વન-ડેમાં ૪૦૦ રન કર્યા, પણ એળે ગયા

ભારતે ગઈ કાલે ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડીએ આપેલો ૪૦૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઇતિહાસ રહ્યો હતો. વન-ડે ક્રિકેટમાં ભારતની આ અત્યાર સુધીની હાઇએસ્ટ રન-ચેઝ હતી. આ પહેલાં ભારતે ૨૦૧૩ની ૧૬ ઑક્ટોબરે જયપુરમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૬૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 
આ રન-ચેઝ દરમ્યાન ભારતના કૅપ્ટન શુભમન ગિલે વન-ડે ક્રિકેટના ઇતિહાસની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેણે આ સિદ્ધિ માત્ર ૧૧૭ બૉલમાં હાંસલ કરી હતી. ગિલે ભારતના જ ઈશાન કિશનનો રેકૉર્ડ તોડ્યો હતો. ઈશાને ૨૦૨૨માં બંગલાદેશ સામે ચિત્તાગૉન્ગમાં ૧૨૬ બૉલમાં ડબલ સૅન્ચુરી ફટકારી હતી. 
ભારતે ૪૦૬ રનનો ટાર્ગેટ માત્ર ૪૩.૩ ઓવરમાં ફક્ત બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. રોહિત શર્માએ ૭૫ બૉલમાં ૧૦ ફોર અને ૬ સિક્સની મદદથી ૧૦૧ રન કર્યા હતા, પણ તેની સદી ગિલની ડબલ સેન્ચુરી સામે ઝાંખી પડી હતી. ગિલ ૧૩૩ બૉલમાં ૨૬ ફોર અને ૮ સિક્સ સાથે ૨૩૩ કરીને અણનમ રહ્યો હતો. વિરાટ કોહલી ૧૯ બૉલમાં ૨૯ રન કરીને આઉટ થયો હતો. ઋતુરાજ ગાયકવાડે ૩૭ બૉલમાં ૩૧ રન કર્યા હતા. 
આ વિજય સાથે ભારતે સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી.
ગુવાહાટીમાં ભારત સામેની બીજી વન-ડે મૅચમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર વેસ્ટ ઇન્ડીઝે પણ તોફાની બૅટિંગ કરી હતી. ત્રણ બૅટર્સની ધમાકેદાર સેન્ચુરીની મદદથી કૅરિબિયન ટીમે પહેલી વખત ૪૦૦ રનનો આંકડો પાર કરીને પોતાનો હાઇએસ્ટ ૪૦૫/૭નો વન-ડે સ્કોર નોંધાવ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝે છેલ્લે ૨૦૧૯માં ઇંગ્લૅન્ડ સામે હાઇએસ્ટ ૩૮૯-૧૦નો સ્કોર કર્યો હતો. ભારત સામે વેસ્ટ ઇન્ડીઝે ૧૯૮૩માં પોતાનો હાઇએસ્ટ ૩૩૩-૮નો વન-ડે સ્કોર કર્યો હતો. ભારત સામે ૪૦૦ વન-ડે રન ફટકારનાર વેસ્ટ ઇન્ડીઝ ત્રીજી ટીમ બની છે. અગાઉ ૨૦૧૫માં સાઉથ આફ્રિકાએ વાનખેડેમાં ૪૩૮/૪નો અને ૨૦૦૯માં શ્રીલંકાએ રાજકોટમાં ૪૧૧/૮નો સ્કોર કર્યો હતો.
વન-ડે ક્રિકેટ મૅચમાં પહેલી જ વખત વેસ્ટ ઇન્ડીઝના ત્રણ બૅટર્સે એકસાથે સેન્ચુરી ફટકારી હતી. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ છઠ્ઠી ઘટના છે. ભારત સામે ૨૦૧૫માં સાઉથ આફ્રિકાના ત્રણ બૅટર્સે પણ એકસાથે સેન્ચુરી ફટકારી હતી. ભારત આવી ઘટનાનો સામનો બે વખત કરનાર પહેલી ટીમ બની છે.  
વેસ્ટ ઇન્ડીઝના ઓપનર જૉન કૅમ્પબેલે ૬૮ બૉલમાં ૯ ફોર, પાંચ સિક્સની મદદથી ૧૦૧ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમવા આવેલા કૅપ્ટન શાઇ હૉપે ૯૪ બૉલમાં ૮ ફોર, ત્રણ સિક્સના આધારે ૧૦૪ રન કર્યા. ચોથા ક્રમે બૅટિંગ કરનાર આમિર જંગૂએ ૭૭ બૉલમાં ૧૩ ફોર, ત્રણ સિક્સ ઝૂડીને ૧૧૪ રન ફટકાર્યા હતા.
ભારતના બોલિંગ-યુનિટમાંથી ગુરનૂર બરાડે ૧૦ ઓવરમાં સૌથી વધુ ૯૬ રન આપીને બે વિકેટ લીધી હતી. સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી. ડેબ્યુ મૅચમાં ફાસ્ટ બોલર આકિબ નબી ૮.૫ ઓવરમાં ૮૪ રન આપીને એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. 
પાંચ ઓવરમાં ૪૫ રન આપીને એક વિકેટ લેનાર પ્રસિદ્ધ ક્રિષ્ના અને ૬.૧ ઓવરમાં ૩૮ રન આપનાર સ્પિનર નમન ધીર પહેલી ઇનિંગ્સ દરમ્યાન ઇન્જર્ડ થયા હતા.



વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો વિરાટ કોહલી 
વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની પંચાવનમી વન-ડે સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી ICC વન-ડે રૅન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો છે. ૭૯૬ રેટિંગ સાથે વિરાટ એક સ્થાન ઉપર આવ્યો છે. 
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન શુભમન ગિલ ૮૧૬ રેટિંગ પૉઇન્ટ્સ સાથે રૅન્કિંગમાં મોખરે છે. ત્રીજા ક્રમે ખસકી ગયેલો ન્યુ ઝીલૅન્ડનો ડૅરિલ મિચલ (૭૯૪) એકમાત્ર એવો ખેલાડી છે જે ટોચના ત્રણમાં ભારતીય ખેલાડીઓના વર્ચસ્વને રોકી રહ્યો છે. રોહિત શર્મા ૭૧૯ પૉઇન્ટ્સ સાથે ચોથા સ્થાને છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK