ઇંગ્લૅન્ડની કાઉન્ટી ચૅમ્પિયનશિપના બે રાઉન્ડ માટે વૉર્વિકશરે સાઇન કર્યો...
માનવ સુથાર
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૬ અને મૅચમાં કુલ ૭ વિકેટ ઝડપીને રાજસ્થાનના યુવા સ્પિનર માનવ સુથારે કમાલનું ડેબ્યુ કર્યું હતું. તેના આ પર્ફોર્મન્સને લીધે તેની લૉટરી લાગી ગઈ છે અને ઇંગ્લૅન્ડની કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં વૉર્વિકશરે તેની સાથે આગામી બે રાઉન્ડ માટે શૉર્ટ-ટર્મ ડીલ કરી છે.
માનવે ૩૦ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૩૬ વિકેટ લીધી છે અને ૯૭૩ રન બનાવ્યા છે.
અફઘાનિસ્તાનના જંગ માટે રોહિત તૈયાર
શનિવારે ધરમશાલામાં અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝની પહેલી મૅચ રમાવાની છે. આ સિરીઝની તૈયારી માટે ગઈ કાલે શ્રેયસ ઐયર અને રોહિત શર્મા મોહાલી પહોંચી ગયા હતા. મંગળવારે આ સિરીઝમાં રમવા માટે ફિટ જાહેર થનાર રોહિત શર્માએ ગઈ કાલે મોહાલીમાં પ્રૅક્ટિસ પણ શરૂ કરી દીધી હતી.
