ફેબ્રુઆરીમાં શરૂ થનારા વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ ૨૧ જાન્યુઆરીથી ન્યુ ઝીલૅન્ડ સામે ઘરઆંગણાની T20 સિરીઝ રમશે. વર્લ્ડ કપ શરૂ થવા માટે હવે ૫૦થી ઓછા દિવસનો સમય બાકી છે.
કિવીઓ સામેની સિરીઝ અને T20 વર્લ્ડ કપ માટે આજે ભારતીય મેન્સ સ્ક્વૉડ જાહેર થશે
આજે મુંબઈમાં ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્યાલયમાં ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝ અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય સ્ક્વૉડ જાહેર થશે. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝના પ્રદર્શન બાદ અજિત આગરકરના નેતૃત્વવાળી સિલેક્શન કમિટી સામે યોગ્ય પ્લેયર્સની પસંદગી કરવાનો પડકાર રહેશે.
એ જોવું પણ રસપ્રદ રહેશે કે રિન્કુ સિંહ, ઈશાન કિશન અને યશસ્વી જાયસવાલ જેવા પ્લેયર્સને સ્ક્વૉડમાં એન્ટ્રી મળશે કે નહીં. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલની પસંદગી વિશેના નિર્ણય પર સૌની વધારે નજર રહેશે. ફેબ્રુઆરીમાં શરૂ થનારા વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ ૨૧ જાન્યુઆરીથી ન્યુ ઝીલૅન્ડ સામે ઘરઆંગણાની T20 સિરીઝ રમશે. વર્લ્ડ કપ શરૂ થવા માટે હવે ૫૦થી ઓછા દિવસનો સમય બાકી છે.


