Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી જ મૅચ પાકિસ્તાન સામે

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી જ મૅચ પાકિસ્તાન સામે

Published : 25 February, 2026 11:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન સિવાય ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બંગલાદેશ અને નેધરલૅન્ડ્સને સ્થાન મળ્યું : બન્ને સેમી-ફાઇનલ ધી ઓવલમાં અને ફાઇનલ લૉર્ડ્‍સમાં રમાશે

ફાતિમા સના અને હરમનપ્રીત કૌર

ફાતિમા સના અને હરમનપ્રીત કૌર


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર કર્યું છે. ટુર્નામેન્ટની દસમી સીઝન ૧૨ જૂનથી પાંચ જુલાઈ દરમ્યાન ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં રમાશે. ૧૨ ટીમ વચ્ચે ૩૦ ગ્રુપ-સ્ટેજ મૅચ બાદ ટૉપ ફોર ટીમ વચ્ચે સેમી-ફાઇનલ અને ફાઇનલ મૅચ રમાશે. ટોટલ ૩૩ મૅચ ૭ વેન્યુ પર રમાશે. યજમાન ઇંગ્લૅન્ડ અને શ્રીલંકાની ટક્કરથી ટુર્નામેન્ટની શરૂઆત થશે. લંડનના ધી ઓવલ સ્ટેડિયમમાં ૩૦ જૂન અને બીજી જુલાઈએ સેમી-ફાઇનલ અને લંડનના જ લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાંચ જુલાઈએ ફાઇનલ મૅચ રમાશે. ભારતીય ટીમ ૧૪ જૂને એજબૅસ્ટનમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ભારતીય ટીમનું શેડ્યુલ



૧૪ જૂન : એજબૅસ્ટનમાં પાકિસ્તાન સામે


૧૭ જૂન : લૉર્ડ્‍સમાં નેધરલૅન્ડ્સ સામે

૨૧ જૂન : મૅન્ચેસ્ટરમાં સાઉથ આફ્રિકા સામે


૨૫ જૂન : મૅન્ચેસ્ટરમાં બંગલાદેશ સામે

૨૮ જૂન : લંડનના લૉર્ડ્‍સમાં ઑસ્ટ્રેલિયા સામે

કઈ ટીમ કયા ગ્રુપમાં?

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પહેલી વખત ૧૨ ટીમ ભાગ લઈ રહી છે. એ તમામને ૬-૬નાં બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. ગ્રુપ Aમાં ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, નેધરલૅન્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Bમાં વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ, ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા, આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડને સ્થાન મળ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK