કુલ ૭૮ બૉલની ઇનિંગ્સમાં ૧૩ ફોર અને ૧૦ સિક્સ મારનાર ૧૪ વર્ષ ૧૦૦ દિવસના વૈભવે બે મોટા રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા.
વૈભવ સૂર્યવંશી
ગઈ કાલે વર્સેસ્ટરમાં યજમાન ટીમ ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને ચોથી વન-ડેમાં ભારતની અન્ડર-19ને પહેલાં બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે ઓપનર વૈભવ સૂર્યવંશીની બાવન બૉલની રેકૉર્ડબ્રેક સદીની મદદથી નવ વિકેટે ૩૬૪ રનનો સ્કોર કર્યો હતો. કુલ ૭૮ બૉલની ઇનિંગ્સમાં ૧૩ ફોર અને ૧૦ સિક્સ મારનાર ૧૪ વર્ષ ૧૦૦ દિવસના વૈભવે બે મોટા રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા.
વૈભવ યુથ વન-ડેમાં સદી ફટકારનાર યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. આ મામલે તેણે બંગલાદેશના નઝમુલ હુસેન શાન્તો (૧૪ વર્ષ ૨૪૧ દિવસ)એ ૨૦૧૩માં શ્રીલંકા સામે નોંધાવેલો રેકૉર્ડ તોડ્યો હતો. બાવન બૉલમાં સદી ફટકારીને વૈભવે યુથ વન-ડેમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર પાકિસ્તાનના કાસિમ અકરમે (૬૩ બૉલ) ૨૦૨૨માં શ્રીલંકા સામે બનાવેલા રેકૉર્ડને પાછળ છોડી દીધો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે શૅર કરેલા પોસ્ટર અનુસાર આ અન્ડર-19 ક્રિકેટ સ્તરની પણ ફાસ્ટેસ્ટ સેન્ચુરી હતી.
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશી |
|
રન |
૧૪૩ |
બૉલ |
૭૮ |
ફોર |
૧૩ |
સિક્સ |
૧૦ |
સ્ટ્રાઇક-રેટ |
183.૩૩ |
10
આટલી હાઇએસ્ટ સિક્સ યુથ વન-ડેની એક ઇનિંગ્સમાં ફટકારનાર પહેલો ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી.

