ભારતે ૧૮૯/૭નો સ્કોર કર્યો એ પછી વરસાદને કારણે અંગ્રેજ ટીમને બૅટિંગ જ ન મળી, ૩૦ T20 મૅચ બાદ ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે પહેલી વખત T20 મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં અગાઉ ૨૦૦૨ અને ૨૦૧૧માં વન-ડે મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
T20 ઇન્ટરનૅશનલમાં 100 શિકાર કરનાર બીજો વિકેટકીપર બન્યો જૉસ બટલર. સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કૉકે ૧૧૭ શિકાર કર્યા છે.
ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં ભારતીય સમય અનુસાર બુધવારે રાતે ૧૦ વાગ્યે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે પાંચ મૅચની સિરીઝની પહેલી T20 મૅચ રમાઈ હતી. આ મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરીને ૭ વિકેટે ૧૮૯ રન કર્યા હતા. વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે અંગ્રેજ ટીમને રન-ચેઝ કરવા મેદાન પર ઊતરવાની તક મળી નહોતી.
૩૦ T20 મૅચ બાદ ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે પહેલી વખત T20 મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં અગાઉ ૨૦૦૨ અને ૨૦૧૧માં વન-ડે મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
ADVERTISEMENT
ઓપનર સંજુ સૅમસન ૭ બૉલમાં એક રન કરીને આઉટ થયો હતો, જ્યારે તેના સાથી ઓપનર અભિષેક શર્માએ ૨૪ બૉલમાં ૫૯ રન કરીને સારી શરૂઆત અપાવી હતી. શ્રેયસ ઐયરે ચોથા ક્રમે રમીને ૪૭ બૉલમાં ૬ ફોર અને એક સિક્સના આધારે ૬૮ રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે રમીને શિવમ દુબે બે ફોર અને ત્રણ સિક્સની મદદથી ૨૧ બૉલમાં ૪૨ રન કરીને અણનમ રહ્યો હતો.
ઇંગ્લૅન્ડમાં T20 ફિફ્ટી ફટકારનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો શ્રેયસ ઐયર
પહેલી T20માં ભારતના કૅપ્ટન શ્રેયસ ઐયરે ૪૭ બૉલમાં ૬૮ રન કરીને ઇતિહાસ રચ્યો હતો. ઇંગ્લૅન્ડમાં T20 ફિફ્ટી ફટકારનાર શ્રેયસ ઐયર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો હતો. અગાઉ ૨૦૧૮માં વિરાટ કોહલીએ સૌથી વધુ ૪૭ રન કર્યા હતા. શ્રેયસ ઐયરે પોતાની સ્લોએસ્ટ ૩૮ બૉલની ફિફ્ટી નોંધાવી હતી.
T20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ સિક્સની સદીનો રેકૉર્ડ હવે અભિષેક શર્માને નામે થયો
અભિષેક શર્માએ પહેલી મૅચમાં ૨૪૫.૮૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરવા દરમ્યાન ૬ ફોર અને ૪ સિક્સ ફટકારી હતી. આ ૪ સિક્સ સાથે તેણે T20 ઇન્ટરનૅશનલમાં ફુલ મેમ્બર નેશન્સના પ્લેયર તરફથી ફાસ્ટેસ્ટ સિક્સની સદીનો રેકૉર્ડ કર્યો હતો.
૭૮૫ બૉલમાં ૧૦૦ સિક્સ પૂરી કરીને અભિષેક શર્માએ વેસ્ટ ઇન્ડીઝના એવિન લુઇસનો ૭૮૯ બૉલનો રેકૉર્ડ તોડ્યો હતો. T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૦ સિક્સ પૂરી કરનાર અભિષેક શર્મા પાંચમો ભારતીય અને ઓવરઑલ ૫૧મો બૅટર બન્યો હતો.
20
આટલા બૉલમાં ઇંગ્લૅન્ડમાં ફાસ્ટેસ્ટ T20 ફિફ્ટી ફટકારનાર ભારતીય બન્યો અભિષેક શર્મા. ૨૦૧૮માં કે. એલ. રાહુલે ૨૭ બૉલમાં ૫૦ રન કર્યા હતા.
T20 ઇન્ટરનૅશનલનો નંબર વન બૅટર બન્યો એ જ દિવસે ઈશાન કિશનનો ફ્લૉપ શો
ઈશાન કિશન બુધવારે T20 ઇન્ટરનૅશનલનો નંબર-વન બૅટર બન્યો હતો. ઈશાન કિશને એક વર્ષથી આ પદ પર બિરાજમાન અભિષેક શર્મા (૮૬૯) કરતાં સારા એટલે કે ૮૭૬ રેટિંગ પૉઇન્ટ મેળવીને આ તાજ પહેર્યો હતો. અગાઉ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ ભારત તરફથી T20 ઇન્ટરનૅશનલમાં નંબર વન બૅટર બની ચૂક્યા છે.
નંબર વન બૅટર બન્યો એ જ દિવસે ઈશાન કિશનનો ફ્લૉપ શો જોવા મળ્યો હતો. બુધવારે તે અંગ્રેજ ટીમ સામે બે બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો. ઈશાન કિશન આયરલૅન્ડ સામે પહેલી મૅચમાં પાંચ બૉલમાં એક રન કરીને કૅચઆઉટ થયો હતો. જ્યારે બીજી મૅચમાં તે ૧૧ બૉલમાં ૧૨ રન કરીને રનઆઉટ થયો હતો.
ઈશાન કિશન આયરલૅન્ડ સામે બીજી મૅચમાં ૧૧ બૉલમાં ૧૨ રન કરીને રનઆઉટ થઈ ગયો હતો. ઇંગ્લૅન્ડ સામે પણ ઈશાન ઉતાવળમાં ખોટો રન લેવા જતાં માત્ર બે બૉલમાં ઝીરો રન પર રનઆઉટ થઈ ગયો હતો.
