Arjun Kapoor’s sister Anshula Kapoor gets engaged: અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે લૉન્ગટાઇમ બૉયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી છે, સોશ્યલ મીડિયા પર શૅર કરી રૉમેન્ટિક તસવીરો
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
કપૂર પરિવારમાં ટૂંક સમયમાં લગ્નની શરણાઈઓ વાગવાની છે. અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor)ની બહેન અને બોની કપૂર (Boney Kapoor)ની મોટી દીકરી અંશુલા કપૂર (Anshula Kapoor)એ તેના લૉન્ગટાઇમ બૉયફ્રેન્ડ રોહન ઠક્કર (Rohan Thakkar) સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે હવે રોહનની મંગેતર બની ગઈ છે. તેણે પ્રપોઝલની તસવીરો શૅર કરી છે.
અંશુલા કપૂરે ક્યારેય પોતાના સંબંધો છુપાવ્યા નથી. તે છેલ્લા ત્રણ વર્ષથી લેખક રોહન ઠક્કરને ડેટ કરી રહી છે. અંશુલા ઘણીવાર સોશ્યલ મીડિયા (Social Media) પર તેના બૉયફ્રેન્ડ સાથેના રૉમેન્ટિક ફોટા શેર કરતી હોય છે. પરંતુ તેણે લેટેસ્ટ્ પોસ્ટમાં સગાઈની જાહેરાત કરીને ફેન્સને મોટીસરપ્રાઈઝ આપી છે.
ADVERTISEMENT
૩ જુલાઈના રોજ અંશુલા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની સગાઈ (Anshula Kapoor gets engaged to longtime BF Rohan Thakkar)ની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા. રોહને તેમની ત્રીજી મીટિંગ એનિવર્સરી પર ન્યૂયોર્ક (New York)ના સેન્ટ્રલ પાર્ક (Central Park)માં અંશુલાને પ્રપોઝ કર્યું. તેણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં રોહન ઘૂંટણ પર બેસીને તેને પ્રપોઝ કરી રહ્યો છે.
સાથે જ કૅપ્શનમાં લવ સ્ટોરી વિશે વાત કરતા અંશુલા કપૂરે લખ્યું છે કે, ‘અમે એક એપ પર મળ્યા. મંગળવારે રાત્રે ૧.૧૫ વાગ્યે વાતચીત શરૂ થઈ. તે સવારે ૬ વાગ્યા સુધી અમે વાતો કરતા રહ્યા. અને કોઈક રીતે, ત્યારે પણ, એવું લાગ્યું કે કંઈક મહત્વપૂર્ણ શરૂઆત થઈ ગઈ છે. ૩ વર્ષ પછી, મારા પ્રિય શહેરમાં, સેન્ટ્રલ પાર્કના કિલ્લાની સામે, તેણે પ્રપોઝ કર્યું! ભારતીય સમય મુજબ બરાબર ૧.૧૫ વાગ્યે! અને કોઈક રીતે દુનિયા એટલી લાંબી અટકી ગઈ કે તે ક્ષણ જાદુ જેવી લાગવા લાગી. ફક્ત એક શાંત પ્રકારનો પ્રેમ જે ઘર જેવો અનુભવ કરાવે છે. હું ક્યારેય એવી છોકરી રહી નથી જે પરીકથાઓમાં વિશ્વાસ કરે છે. પરંતુ રોહન ઠક્કરે મને તે દિવસે જે આપ્યું તે વધુ સારું હતું. કારણ કે તે ઇરાદાપૂર્વકનું હતું. વિચારશીલ, વાસ્તવિક, મેં હા પાડી. આંસુઓ, ધ્રુજતું હાસ્ય અને એવી ખુશી સાથે જે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. કારણ કે ૨૦૨૨થી, તે હંમેશા તું જ છે. મારી સગાઈ મારા શ્રેષ્ઠ મિત્ર સાથે થઈ ગઈ છે!!! મારી સલામત જગ્યા, મારો માણસ, પ્રિય છોકરો, પ્રિય શહેર... અને હવે, મારું પ્રિય હા. પહેલું ભોજન @shakeshack પર હોવું જરૂરી હતું કારણ કે અમારી પહેલી વાતચીત શૂમ બર્ગર પ્રત્યેના પ્રેમને કારણે શરૂ થઈ હતી.’
View this post on Instagram
અંશુલા કપૂરની સગાઈના ફોટા જોઈને સેલેબ્સ ખુશ થઈ ગયા છે અને તેને વધામણાં આપી રહ્યાં છે. અંશુલા કપૂરનો મંગેતર સ્ક્રિપ્ટ રાઇટર છે. રોહન ઠક્કરે કેલિફોર્નિયા યુનિવર્સિટી (University of California)માંથી ફિલ્મ અને ક્રિએટિવ રાઇટિંગનો કોર્ષ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા માટે કોપીરાઇટિંગ પણ કર્યું છે. રોહને ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ નોબેલેસ્ટ’ (The Noblest)ની પટકથા પણ લખી હતી. હાલમાં, રોહન ઠક્કર બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar)ની કંપની ધર્માટિક એન્ટરટેઇનમેન્ટ (Dharmatic Entertainment) સાથે કામ કરે છે.

