Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Rain: મુંબઈકર! બહાર જતાં પહેલાં જાણી લેજો કે આજે કેવું રહેશે વરસાદનું જોર!

Mumbai Rain: મુંબઈકર! બહાર જતાં પહેલાં જાણી લેજો કે આજે કેવું રહેશે વરસાદનું જોર!

Published : 04 July, 2025 11:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Rain: આગામી 3-4 કલાક માટે મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થઈ શકે તેવી આગાહી વ્યક્ત કરાઇ છે.

ગઇકાલે પણ મુંબઈના અમુક ભાગમાં વરસાદની હાજરી રહી હતી  (તસવીર - આશિષ રાજે)

ગઇકાલે પણ મુંબઈના અમુક ભાગમાં વરસાદની હાજરી રહી હતી  (તસવીર - આશિષ રાજે)


મુંબઈમાં આજે હવામાન કેવું રહેશે એ અંગે વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3-4 કલાક માટે મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ (Mumbai Rain) થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માહિતી અનુસાર શહેર અને પરા વિસ્તારમાં સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેવાની સાથે કેટલાક સ્થળોએ મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે.


દિવસે ભરતીનો સમય 07:01 કલાક રહેશે જેમાં મોજાં 3.14 મીટર ઊંચા ઉછળશે અને 18:18 કલાકે 3.33 મીટર ઊંચા મોજાં ઊછળી શકે છે. જે સ્પષ્ટપણે ભરતીનો સંકેત આપે છે. ગઇકાલની વાત કરવામાં આવે તો, 08:00 વાગ્યાથી આજે સવારે 08:00 વાગ્યા સુધીનો સરેરાશ વરસાદ શહેરમાં 17 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 28 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 24 મીમી નોંધાયો છે.



શનિવાર અને રવિવાર માટે યલો અલર્ટ


મુંબઈ અને તેના આસપાસના જિલ્લાઓ જેવા કે થાણે અને પાલઘરમાં આગામી કેટલાક દિવસોમાં સારો એવો વરસાદ (Mumbai Rain) થવાની સંભાવના છે, જેમાં ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ગુરુવાર પછી શનિવાર અને રવિવાર વચ્ચે યલો એલર્ટ જારી કર્યું છે.

હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘર માટે 5થી 7 જુલાઈ સુધી યલો એલર્ટ (Mumbai Rain) જારી કર્યું છે.  જ્યારે રાયગઢ અને રત્નાગિરીને 3થી 7 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ હેઠળ મૂક્યા છે. કોંકણ પ્રદેશમાં આ અઠવાડિયે ભારે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.


મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં તળાવોના જળસ્તરમાં તેમના કેચમેન્ટ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદને પગલે વધારો નોંધાયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ડેટા અનુસાર શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં સંયુક્ત જથ્થો હવે 50.75 ટકા થયો છે, એટલે કે 7,34,562 મિલિયન લિટર પાણી થયું છે.

Mumbai Rain: જેમાં ભાતસા તળાવ 3,02,123 એમએલ પાણીનો સંગ્રહ કરીને સૌથી વધુ જથ્થો ધરાવે છે, જે તેની સંપૂર્ણ ઉપયોગી સામગ્રીના 42.13 ટકા છે. મિડલ વૈતરણા 1,14,230 એમએલ (59.07 ટકા), અપર વૈતરણા 1,50,720 એમએલ (66.38 ટકા) અને મોડક સાગર 81,446 એમએલ (63.17 ટકા) ધરાવે છે. અન્ય જળાશયોમાં તાનસા જળાશયમાં 70,868 એમએલ (48.85 ટકા) પાણી હતું જ્યારે વિહાર અને તુલસીમાં અનુક્રમે 11,931 એમએલ (43.08 ટકા) અને 3,244 એમએલ (40.32 ટકા) પાણી હતું. જળસ્તરમાં વધારો કેચમેન્ટ ઝોનમાં વ્યાપક વરસાદને આભારી છે. શુક્રવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકના સમયગાળામાં મોડક સાગરમાં સૌથી વધુ 78 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ તાનસામાં 56 મીમી, અપર વૈતરણામાં 38 મીમી અને મધ્ય વૈતરણામાં 70 મીમી વરસાદ નોંધાયો હતો. ભાતસામાં 62 મીમી, વિહારમાં 26 મીમી અને તુલસીમાં 34 મીમી વરસાદ નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK