બન્ને ઓપનર્સે ૭૭ રનની ભાગીદારી કરીને ૨૧૦ રનના વિશાળ સ્કોરનો પાયો નાખ્યો હતો. ૭૮ T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં તેમણે ૨૧મી વાર ૫૦ પ્લસ રનની ભાગીદારી કરવાનો રેકૉર્ડ કર્યો હતો.
શફાલી વર્મા અને કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૭૭ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
શનિવારે ઇંગ્લૅન્ડ સામેની પહેલી T20 મૅચમાં ઓપનર શફાલી વર્મા અને કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ એક વર્લ્ડ રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. બન્ને ઓપનર્સે ૭૭ રનની ભાગીદારી કરીને ૨૧૦ રનના વિશાળ સ્કોરનો પાયો નાખ્યો હતો. ૭૮ T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં તેમણે ૨૧મી વાર ૫૦ પ્લસ રનની ભાગીદારી કરવાનો રેકૉર્ડ કર્યો હતો.
આ પહેલાં આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયન જોડી અલિઝા હીલી અને બેથ મુની (૮૪ ઇનિંગ્સમાં ૨૦ વખત)ના નામે હતો. જોકે સ્મૃતિ અને શફાલી આ ઑસ્ટ્રેલિયન જોડીનો T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ૨૭૨૦ રનની ભાગીદારી કરવાનો રેકૉર્ડ તોડવાથી માત્ર સાત રન પાછળ છે.
ADVERTISEMENT
200
આટલા પ્લસ રનનો સ્કોર સતત બે T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ફટકારનાર પહેલી ફુલ મેમ્બર વિમેન્સ ટીમ બની ભારતની.

