મૅન્ચેસ્ટર ટેસ્ટના પાંચમા દિવસે ભારતીય ટીમે જોરદાર લડત આપીને ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ કરી હતી. બાઝબૉલ યુગ (મે ૨૦૨૨થી) ઇંગ્લૅન્ડની આ બીજી ટેસ્ટ ડ્રૉ રહી હતી
ભારતીય ટીમ
મૅન્ચેસ્ટર ટેસ્ટના પાંચમા દિવસે ભારતીય ટીમે જોરદાર લડત આપીને ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ કરી હતી. બાઝબૉલ યુગ (મે ૨૦૨૨થી) ઇંગ્લૅન્ડની આ બીજી ટેસ્ટ ડ્રૉ રહી હતી. ૨૦૨૩માં ઓલ્ડ ટ્રૅફર્ડના મેદાન પર જ વરસાદને કારણે ઑસ્ટ્રેલિયા સામેની ઇંગ્લૅન્ડની ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. જોકે આ શાનદાર ડ્રૉ છતાં ભારતીય ટીમે ઓલ્ડ ટ્રૅફર્ડમાં એક અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો છે.
શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમને પણ મૅન્ચેસ્ટરમાં પહેલી ટેસ્ટ-જીત ન મળતાં ભારત ૧૦ મૅચ રમ્યા પછી પણ એક મેદાન પર એક પણ મૅચ ન જીતનારી પ્રથમ ટીમ બની છે. ૧૯૩૬થી ભારત અહીં ૧૦ ટેસ્ટ રમ્યું છે જેમાંથી ચાર ટેસ્ટમાં હાર મળી અને છ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. ભારત આ સિવાય વેસ્ટ ઇન્ડીઝના હોમ ગ્રાઉન્ડ બાર્બેડોઝ (નવ ટેસ્ટ), ગયાના (૬ ટેસ્ટ)ની સાથે પાકિસ્તાનના લાહોર (સાત ટેસ્ટ), કરાચી (છ ટેસ્ટ) અને ફૈસલાબાદ (પાંચ ટેસ્ટ)માં પણ ટેસ્ટ-જીત નથી નોંધાવી શક્યું.
ADVERTISEMENT
એક જ સ્થળે જીત વિના મોટા ભાગની મૅચ રમનારી ટીમો |
|
ભારતીય ટીમ (મૅન્ચેસ્ટર) |
૧૦ ટેસ્ટમાંથી ૪ હાર અને ૬ ડ્રૉ |
ઑસ્ટ્રેલિયન ટીમ (કરાચી) |
૯ ટેસ્ટમાંથી પાંચ હાર અને ૪ ડ્રૉ |
ભારતીય ટીમ (બાર્બેડોઝ) |
૯ ટેસ્ટમાંથી ૭ હાર અને બે ડ્રૉ |
બંગલાદેશ ટીમ (ઢાકા) |
૯ ટેસ્ટમાંથી ૭ હાર અને બે ડ્રૉ |
શ્રીલંકન ટીમ (લૉર્ડ્સ) |
નવ ટેસ્ટમાંથી ૩ હાર અને ૬ ડ્રૉ |
૧૪૦ ઓવર સુધી સમાન માનસિકતા જાળવી રાખવી ખૂબ જ પડકારજનક છે. અમે બતાવી દીધું કે આપણે મહાન ટીમ છીએ. જે સ્થિતિમાં હતા (ઝીરો પર બે વિકેટ) ત્યાંથી ડ્રૉ મેળવવો ખૂબ જ સંતોષકારક છે. - ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ
10
આટલી મૅચ રમ્યા પછી પણ ટીમ ઇન્ડિયા એક મેદાન પર એક પણ મૅચ ન જીતનારી પ્રથમ ટીમ બની છે.

