પહેલી મૅચમાં ઓપનર સંજુ સૅમસન માત્ર ૧૦ રન બનાવીને અને વન-ડાઉન બૅટર ઈશાન કિશન માત્ર ૮ રન બનાવીને આઉટ થઈ ગયા હતા
સંજુ સૅમસન, ઇશાન કિશન
ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝમાં બુધવારે નાગપુરમાં વિજયી પ્રારંભ કર્યા પછી આજે ભારત કિવીઓ સામે રાયપુરમાં બીજી T20 મૅચ રમશે. પહેલી મૅચમાં ઓપનર સંજુ સૅમસન માત્ર ૧૦ રન બનાવીને અને વન-ડાઉન બૅટર ઈશાન કિશન માત્ર ૮ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ બન્નેએ આજે ટીમમાં પોતાનું સ્થાન જમાવવા મહેનત કરવી પડશે. પહેલી મૅચમાં ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે કરેલા ૨૩૮ રનના જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૯૦ રન કર્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચ અભિષેક શર્માએ ૩૫ બૉલમાં ૮ સિક્સ અને પાંચ ફોરની મદદથી ૮૪ રન ફટકાર્યા હતા.


