ભારત ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે ૫૪ વન-ડે મૅચ રમ્યું છે જેમાંથી ભારતને માત્ર ૧૪ મૅચમાં જીત મળી છે. ૩૮ મૅચ ઑસ્ટ્રેલિયાએ જીતી છે જ્યારે બે મૅચ નો-રિઝલ્ટ રહી છે. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયન ધરતી પર પોતાનો આ રેકૉર્ડ સુધારવાનો પણ પ્રયાસ કરશે.
ભારતીય ક્રિકેટ ટીમ (ફાઇલ તસવીર)
ક્રિકેટ ચાહકો મૅચ જોવા માટે સ્ટેડિયમમાં જઈ સંપૂર્ણ અનુભવ માટે ઉત્સાહિત હોય છે. પરંતુ ક્યારેક પૈસાના કારણે તો ક્યારેક ટિકિટના અભાવે, મૅચ જોવા માટે સ્ટેડિયમમાં જવું શક્ય બનતું નથી. પરંતુ હવે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. જોકે હવે ક્રિકેટ બોર્ડે ચાહકોના આ સ્વપ્નને પૂર્ણ કર્યું છે. કારણ કે હવે ચાહકો ફક્ત 60 રૂપિયામાં ટીમ ઇન્ડિયાની મૅચ જોઈ શકશે. તો ચાલો જાણીએ કેવી રીતે.
ઑસ્ટ્રેલિયા પ્રવાસ પછી ટીમ ઇન્ડિયા ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. ટીમ ઇન્ડિયા ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 2 મૅચની ટૅસ્ટ સિરીઝ રમશે. ઓપનિંગ મૅચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાવાની છે. આ મૅચ માટે ટિકિટનું વેચાણ દિવાળીથી શરૂ થવાણી શક્યતા છે. આ મૅચ માટે ટિકિટની ન્યૂનતમ કિંમત 60 રૂપિયા રાખવામાં આવી છે. ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળે આ અંગે વધુ માહિતી આપી હતી. ચાહકો આ મૅચ માટે ટિકિટ ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો ઍપ દ્વારા ખરીદી શકે છે. ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ અનુસાર આ મૅચ માટે એક દિવસીય ટિકિટની કિંમત 60 રૂપિયા હશે.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 22 નવેમ્બરથી ગુવાહાટીમાં બીજી ટેસ્ટ મૅચ રમાશે. ત્યારબાદ, બન્ને ટીમો 3 ODI અને 5 T20I મૅચોની રોમાંચક સિરીઝ રમશે. દક્ષિણ આફ્રિકાએ અંતિમ મૅચમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ICC વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપ 2023-2025 જીતી હતી. ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં જ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને 2-0થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થશે. 5 મૅચની રોમાંચક T20I સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે. જેથી બોર્ડના 60 રૂપિયામાં ટિકિટ વેચાણનું શું પરિણામ આવે છે તે હવે જોવાનું રહેશે.
હાલમાં ભારતની શું છે સ્થિતિ
રોહિત શર્મા અને વિરાટ કોહલી ઑલમોસ્ટ સાત મહિના બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. બન્ને પ્લેયર છેક નવ વર્ષ બાદ એક અલગ કૅપ્ટનના નેતૃત્વ હેઠળ ઇન્ટરનૅશનલ મૅચ રમતા જોવા મળશે. છેલ્લે તેઓ ૨૦૧૬ની ૨૯ ઑક્ટોબરે વિશાખાપટનમમાં મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં વન-ડે મૅચ સાથે રમ્યા હતા, જેમાં ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ૧૯૦ રને જીત નોંધાવી હતી. ત્યાર બાદ તેઓ આજે શુભમન ગિલના નેતૃત્વમાં પ્લેયર્સ તરીકે મેદાન પર ઊતરશે. ૨૦૧૭થી ૨૦૨૧ વિરાટ કોહલી અને ૨૦૨૧થી ૨૦૨૫ દરમ્યાન રોહિત શર્માએ ઑલમોસ્ટ દરેક ફૉર્મેટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ભારતનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ
ભારત ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે ૫૪ વન-ડે મૅચ રમ્યું છે જેમાંથી ભારતને માત્ર ૧૪ મૅચમાં જીત મળી છે. ૩૮ મૅચ ઑસ્ટ્રેલિયાએ જીતી છે જ્યારે બે મૅચ નો-રિઝલ્ટ રહી છે. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયન ધરતી પર પોતાનો આ રેકૉર્ડ સુધારવાનો પણ પ્રયાસ કરશે.

