Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે કાંગારૂઓ સામે ભારતીય મહિલાઓ વન-ડે સિરીઝ સાથે આબરૂ પણ બચાવવા ઊતરશે

આજે કાંગારૂઓ સામે ભારતીય મહિલાઓ વન-ડે સિરીઝ સાથે આબરૂ પણ બચાવવા ઊતરશે

Published : 27 February, 2026 12:04 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિરીઝની અંતિમ બે મૅચ ભારત હૉબાર્ટમાં રમશે, અહીં ભારત હરાવી શક્યું છે યજમાન ટીમને

હૉબાર્ટના ઍરપોર્ટ પર ટીમ ઇન્ડિયા સાથે યાત્રા કરતી જોવા મળી કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના.

હૉબાર્ટના ઍરપોર્ટ પર ટીમ ઇન્ડિયા સાથે યાત્રા કરતી જોવા મળી કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના.


ઑસ્ટ્રેલિયા અને ભારતની વિમેન્સ ટીમ આજે ત્રણ વન-ડેની સિરીઝની બીજી મૅચ રમવા ઊતરશે. બ્રિસબેનની મૅચ ૬ વિકેટે જીતનાર યજમાન ટીમ આજે સિરીઝને ૨-૦થી પોતાના નામે કરવાની આશા રાખશે. આજે વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારત માટે સિરીઝની સાથે આબરૂ પણ દાવ પર લાગી છે. ઑસ્ટ્રેલિયા ભારત સામે સતત ૧૧ વન-ડે સિરીઝ જીતી ચૂક્યું છે. હૉબાર્ટના ક્રિકેટ-ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયન ટીમ ૧૯૯૧થી ૬ વન-ડે મૅચ રમી છે અને એમાંથી પાંચ મૅચમાં જીત મળી છે અને એકમાત્ર હાર ભારત સામે ફેબ્રુઆરી ૨૦૧૬માં મળી હતી. ભારત આ મેદાન પર ૨૦૧૬માં બે વિમેન્સ વન-ડે મૅચ યજમાન ટીમ સામે રમ્યું હતું એમાંથી પહેલી મૅચમાં ૬ વિકેટે હાર મળી હતી અને બીજી મૅચમાં પાંચ વિકેટે જીત મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 12:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK