ભારતીય ટેલિવિઝનના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિ (KBC)માં ગઈ કાલે ભારતની વર્લ્ડ કપ વિજેતા વિમેન્સ ટીમના કેટલાક સભ્યોનો સ્પેશ્યલ એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો.
વર્લ્ડ કપ સ્ટાર્સને શોના અંતે સ્મૃતિભેટ આપી હતી અમિતાભ બચ્ચને
ભારતીય ટેલિવિઝનના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિ (KBC)માં ગઈ કાલે ભારતની વર્લ્ડ કપ વિજેતા વિમેન્સ ટીમના કેટલાક સભ્યોનો સ્પેશ્યલ એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. આ એપિસોડમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, સ્નેહ રાણા, શફાલી વર્મા, રિચા ઘોષ, દીપ્તિ શર્મા અને હેડ કોચ અમોલ મુઝુમદાર ચમક્યાં હતાં. શોના સુપરસ્ટાર હોસ્ટ અમિતાભ બચ્ચને વર્લ્ડ કપ સ્ટાર્સ સાથે ગેમ રમવાની સાથે ઘણી રોમાંચક વાતો પણ કરી હતી.
પપ્પાના સ્વાસ્થ્ય અને લગ્ન પોસ્ટપૉન થવાને કારણે સ્મૃતિ માન્ધના શૂટિંગમાં ભાગ લઈ શકી નહોતી. સ્મૃતિને ટેકો આપવા બિગ બૅશ લીગ અધવચ્ચેથી છોડનાર સેમી ફાઇનલ મૅચની પ્લેયર ઑફ ધ મૅચ વિજેતા જેમિમા રૉડ્રિગ્સ પણ આ સ્પેશ્યલ એપિસોડમાં આવી શકી નહોતી.


