Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સ માટે જપાનમાં ભારતીય ક્રિકેટર્સ માટે ફાઇવસ્ટાર હોટેલ બુક નહીં કરે ક્રિકેટ બોર્ડ

એશિયન ગેમ્સ માટે જપાનમાં ભારતીય ક્રિકેટર્સ માટે ફાઇવસ્ટાર હોટેલ બુક નહીં કરે ક્રિકેટ બોર્ડ

Published : 10 September, 2026 11:27 AM | Modified : 10 September, 2026 11:45 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સના આયોજકો દ્વારા નિયુક્ત ઑફિશ્યલ હોટેલોમાં રોકાશે ટીમના તમામ સભ્યો

રાજીવ શુક્લા

રાજીવ શુક્લા


ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ એશિયન ગેમ્સ 2026 માટે જપાનમાં ભારતીય ક્રિકેટરોના રહેવાની વ્યવસ્થા વિશે મોટી અપડેટ આપી છે. અગાઉ ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (IOA)એ ક્રિકેટ બોર્ડને ફાઇવસ્ટાર હોટેલની જરૂર હોય તો પોતાની રીતે વ્યવસ્થા કરવા કહી દીધું હતું. 
રાજીવ શુક્લા કહે છે, ‘મારા ખેલાડીઓ આરામદાયક રહે એ માટે આયોજકો દ્વારા આપવામાં આવેલી હોટેલમાં અમે રહેવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. એ ફાઇવસ્ટાર હોટેલ નથી પરંતુ એ રહેવા માટે સારી જગ્યાઓ છે. ક્રિકેટરો ટ્‍વિન-શૅરિંગ રૂમમાં રહેવાને બદલે અલગ રૂમમાં રહેશે. અમારી પાસે અમારા ક્રિકેટરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાના ફોટો અને વિડિયો છે તેથી મારું માનવું છે કે એ આરામદાયક છે. ક્રિકેટરો ત્યાં રહેશે કારણ કે બીજા વિકલ્પો ફક્ત ઓસાકા અથવા ટોક્યોમાં હતા જે ખૂબ દૂર છે. ટીમ ૨૦ સપ્ટેમ્બરે ટોક્યો માટે રવાના થશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 11:45 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK