Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Sports Update : નાગોયામાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ

Sports Update : નાગોયામાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ

Published : 10 September, 2026 12:06 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સના ૪૦૦ ખેલાડી, સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

નાગોયામાં મુશળધાર વરસાદને કારણે પૂર

નાગોયામાં મુશળધાર વરસાદને કારણે પૂર


જપાનમાં એશિયન ગેમ્સના યજમાન શહેર નાગોયાના હાલમાં કેટલાક ભાગો ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયા હતા. લગભગ ૪૦૦ ખેલાડીઓ અને સ્ટાફને તેમનાં રહેઠાણોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 
મંગળવારે શહેરમાં માત્ર એક કલાકમાં આશરે ૧૦૪ મિલિમીટર વરસાદ નોંધાયો હતો જેના કારણે સ્પર્ધાનાં સ્થળોએ પાણી ભરાઈ ગયાં હતાં. નાગોયાના મેયર કહ્યું હતું કે એશિયન ગેમ્સ ૧૯ સપ્ટેમ્બરથી સમયપત્રક મુજબ આગળ વધશે.

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ: રિકી પૉન્ટિંગ નિયુક્ત થયો ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સનો માલિક બન્યો,  ડેવિડ વૉર્નર કૅપ્ટન



યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આગામી ૩થી ૧૮ ઑક્ટોબર દરમ્યાન વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની ત્રીજી સીઝન શરૂ થશે. મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ : અ ન્યુ એરા શીર્ષક હેઠળ એક ખાસ પ્રેસ-કૉન્ફરન્સમાં ફ્રૅન્ચાઇઝી દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. 
ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સમાં ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ 
માલિકી-ગ્રુપમાં નવા માલિક તરીકે જોડાયો છે. ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નર આ ટીમમાં પહેલી વખત જોડાયો છે અને આગામી સીઝનમાં તે કૅપ્ટનની જવાબદારી સંભાળશે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની પહેલી બે સીઝનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ અને સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સની ટીમે ટાઇટલ જીત્યું હતું. પહેલી બે સીઝનમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સનો કૅપ્ટન બ્રેટ લી હતો. 


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 12:06 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK