પ્લેઑફની રેસમાંથી બહાર થયેલા રાજસ્થાન રૉયલ્સે સીઝનના અંતિમ તબક્કામાં બે સાઉથ આફ્રિકન પ્લેયર્સને ટીમમાં સામેલ કર્યા છે. ૪.૨૦ કરોડ રૂપિયાના બૅટર નીતીશ રાણાએ આ સીઝનમાં ૧૧ મૅચમાં બે ફિફ્ટીની મદદથી ૨૧૭ રન ફટકાર્યા હતા,
નાન્દ્રે બર્ગર અને લુઆન ડ્રે પ્રિટોરિયસ
પ્લેઑફની રેસમાંથી બહાર થયેલા રાજસ્થાન રૉયલ્સે સીઝનના અંતિમ તબક્કામાં બે સાઉથ આફ્રિકન પ્લેયર્સને ટીમમાં સામેલ કર્યા છે. ૪.૨૦ કરોડ રૂપિયાના બૅટર નીતીશ રાણાએ આ સીઝનમાં ૧૧ મૅચમાં બે ફિફ્ટીની મદદથી ૨૧૭ રન ફટકાર્યા હતા, પણ ઇન્જરીને કારણે તેના સ્થાને સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટર લુઆન ડ્રે પ્રિટોરિયસને ૩૦ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. SA20માં પાર્લ રૉયલ્સ માટે રમનાર આ ૧૯ વર્ષનો અનકૅપ્ડ પ્લેયર ૩૩ T20 મૅચ રમવાનો અનુભવ ધરાવે છે.
૧૦ મૅચમાં નવ વિકેટ લેનાર ચાર કરોડ રૂપિયાનો ફાસ્ટ બોલર સંદીપ શર્મા આંગળીમાં ફ્રૅક્ચરના કારણે રાજસ્થાન માટે આગળની મૅચ રમી શક્યો નથી. તેના સ્થાને સાઉથ આફ્રિકાના ૨૯ વર્ષના ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગરને ૩.૫ કરોડ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે રાજસ્થાન તરફથી IPLમાં ડેબ્યુ કરનાર આ બોલર પાસે ૬૯ T20 મૅચ રમવાનો અનુભવ છે. રાજસ્થાન હવે ચેન્નઈ સુપર કિંગ્સ (૧૨ મે) અને પંજાબ કિંગ્સ (૧૬ મે) સામે પોતાની અંતિમ બે મૅચ રમશે.

