Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યશસ્વી જાયસવાલ IPLમાં બે સેન્ચુરી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો

યશસ્વી જાયસવાલ IPLમાં બે સેન્ચુરી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો

24 April, 2024 07:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીઝનમાં પ્રથમ આઠમાંથી સાત મૅચ જીતનાર IPLના ઇતિહાસની પાંચમી ટીમ બની રાજસ્થાન રૉયલ્સ

યશસ્વી જૈસવાલ

IPL 2024

યશસ્વી જૈસવાલ


વરસાદથી પ્રભાવિત થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૩૮મી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે ૯ વિકેટથી રૉયલ વિજય મેળવીને બીજી વાર જીતની હૅટ-ટ્રિક કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સે ૯ વિકેટ ગુમાવીને આપેલો ૧૮૦ રનનો ટાર્ગેટ રાજસ્થાન રૉયલ્સે માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૮.૪ ઓવરમાં ચેઝ કરી લીધો હતો. પૉઇન્ટ્સ-ટેબલ પર રાજસ્થાન ૧૪ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ૨૭ એપ્રિલે લખનઉ સામેની મૅચ જીતીને એ વર્તમાન સીઝનમાં પ્લેઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની શકે છે. મુંબઈની ટીમ ૬ પૉઇન્ટ સાથે સાતમા ક્રમે છે. પ્લેઑફમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે હાર્દિક પંડ્યાની ટીમે હવે પછીની ૬ મૅચ જીતવી જરૂરી છે.  રાજસ્થાનના યશસ્વી જાયસવાલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ અને સંદીપ શર્માએ આ મૅચમાં ધમાલ મચાવી હતી એને કારણે ૨૦૨૩માં હોમગ્રાઉન્ડ પર માત્ર ૧ જીત અને ૪ મૅચમાં હાર મેળવનારી રાજસ્થાનની ટીમ ૨૦૨૪માં ચોથી જીત મેળવી શકી. રાજસ્થાને હોમગ્રાઉન્ડ પર ગુજરાત સામે ૩ વિકેટે એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો. 

૯ ચોગ્ગા અને ૭ સિક્સરની મદદથી ૬૦ બૉલમાં ૧૦૪ રન બનાવનાર યશસ્વી જાયસવાલે IPL ઇતિહાસમાં મુંબઈ સામે બીજી સેન્ચુરી ફટકારી હતી. ૨૨ વર્ષના યશસ્વી જાયસવાલે આ પહેલાં ૨૦૨૩માં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે ૧૨૪ રન કરીને IPL કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. IPLમાં બે સેન્ચુરી ફટકારનાર યશસ્વી જાયસવાલ (૨૨ વર્ષ ૧૧૬ દિવસ) યંગેસ્ટ ક્રિકેટર બન્યો છે. આ લિસ્ટમાં શુભમન ગિલ (૨૩ વર્ષ ૨૫૫ દિવસ), સંજુ સૅમસન (૨૪ વર્ષ ૧૩૮ દિવસ ), ડેવિડ વૉર્નર (૨૫ વર્ષ ૧૯૬ દિવસ) અને વિરાટ કોહલી (૨૭ વર્ષ ૧૮૪ દિવસ)નો પણ સમાવેશ છે. પ્રથમ ૭ મૅચમાં ૧૨૧ રન ફટકારનાર યશસ્વી જાયસવાલ T20 વર્લ્ડ કપ પહેલાં ફૉર્મમાં પાછો ફરતાં ભારતીય ફૅન્સે રાહતનો શ્વાસ લીધો હતો. 



IPL સીઝનમાં પ્રથમ ૮માંથી 
 મૅચ જીતનાર ટીમ

વર્ષ         ટીમ

૨૦૧૦     મુંબઈ ઇન્ડિયન્સ

૨૦૧૪     પંજાબ કિંગ્સ

૨૦૧૯     ચેન્નઈ સુપરકિંગ્સ

૨૦૨૨     ગુજરાત ટાઇટન્સ

૨૦૨૪     રાજસ્થાન રૉયલ્સ


સંદીપ શર્માનું નસીબ ચમક્યું


IPL 2023માં જે સંદીપ શર્માને કોઈએ ખરીદ્યો નહોતો એ રાજસ્થાનની ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે સામેલ થયો હતો. સીઝનની શરૂઆત પહેલાં ૩૦ વર્ષનો આ બોલર ઈજાને કારણે બહાર રહ્યો હતો. ડેથ ઓવર સ્પેશ્યલિસ્ટ સંદીપ શર્માએ મુંબઈ સામે ૧૮ રન આપીને IPL અને T20 કરીઅરની પ્રથમ ફાઇફર (પાંચ વિકેટ) લીધી હતી.


100
આટલી મૅચ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમનાર સાતમો ખેલાડી બન્યો હાર્દિક પંડ‍્યા

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK