IPL 2025ની ૨૧મી મૅચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. છઠ્ઠી એપ્રિલે રામનવમીની ઉજવણી હોવાથી કલકત્તામાં ઈડન ગાર્ડન્સમાં પૂરતી સુરક્ષાવ્યવસ્થાનો અભાવ હોવાથી મૅચને આજના દિવસે શિફ્ટ કરવામાં આવી છે.
કેકેઆર અને એલએસજી
ઈડન ગાર્ડન્સમાં આમને-સામને ૧-૧ મૅચ જીતી છે બન્ને ટીમે
IPL 2025ની ૨૧મી મૅચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. છઠ્ઠી એપ્રિલે રામનવમીની ઉજવણી હોવાથી કલકત્તામાં ઈડન ગાર્ડન્સમાં પૂરતી સુરક્ષાવ્યવસ્થાનો અભાવ હોવાથી મૅચને આજના દિવસે શિફ્ટ કરવામાં આવી છે. ૧૮મી સીઝનમાં હમણાં સુધી આ બન્ને ટીમની સફર એક જેવી રહી છે. બન્ને ટીમ ચારમાંથી બીજી અને ચોથી મૅચ જ જીતી છે. છેલ્લી મૅચ જીતીને આવેલી બન્ને ટીમમાંથી કોણ જીતના ટ્રૅક પર રહેવામાં સફળ રહેશે એના પર સૌની નજર રહેશે.
કલકત્તાની ટીમે ગઈ સીઝનમાં લખનઉ સામે બન્ને મૅચમાં જીત મેળવી હતી, આજે આ હરીફ ટીમ સામે જીતની હૅટ-ટ્રિકની આશા રાખશે. ઈડન ગાર્ડન્સના મેદાન પર બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ છે અને બન્ને ટીમે એક-એક જીત મેળવી છે. નોટબુક સેલિબ્રેશન માટે બે વાર દંડિત થયેલો લખનઉ સ્પિનર દિગ્વેશ રાઠી કલકત્તાના ઑલરાઉન્ડર સુનીલ નારાયણને પોતાનો આદર્શ માને છે. આ મુકાબલામાં તેમની ટક્કર પર સૌની નજર રહેશે. મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૫ |
LSGની જીત |
૦૩ |
KKRની જીત |
૦૨ |
ADVERTISEMENT

